ARYAN KHAN DRUG CASE: આર્યનને જો 2 દિવસમાં નહીં મળે જામીન, તો આ કારણોથી 15 નવેમ્બર સુધી જેલમાં રહેવું પડશે?
એક્ટર શાહરુખ ખાનના છોકરાને બુધવારે પણ જામીન ના મળ્યા. બૉમ્બે હાઈકોર્ટે જામીન અરજી પર સુનાવણી ગુરુવાર સુધી લંબાવી છે.
મુંબઈઃ એક્ટર શાહરુખ ખાનના છોકરાને બુધવારે પણ જામીન ના મળ્યા. બૉમ્બે હાઈકોર્ટે જામીન અરજી પર સુનાવણી ગુરુવાર સુધી લંબાવી છે. ત્યારે, કાનૂની જાણકારો મુજબ જો આર્યનને આગામી 2 દિવસ એટલે ગુરુવાર કે શુક્રવાર સુધીમાં જામીન નહીં મળે તો 15 નવેમ્બર સુધી તેણે જેલમાં રહેવું પડી શકે છે.
હાઈકોર્ટમાં 1 નવેમ્બરથી શરૂ થશે દિવાળી વેકેશન
તમને જણાવી દઈએ કે બૉમ્બે હાઈકોર્ટમાં 1 નવેમ્બરથી દિવાળી વેકેશન શરૂ થશે. જેમાં 12 નવેમ્બર સુધી કોર્ટ રૂટીન મેટર્સ પણ સુનાવણી નહીં કરે. અને માત્ર અર્જન્ટ મેટર્સ જ બોર્ડ પર લેવાશે. જે બાદ 13 અને 14 નવેમ્બર શનિવાર અને રવિવારની છુટી રહેશે. જેથી 15 નવેમ્બરથી સુનાવણી શરૂ કરવામાં આવશે. એટલે જો આર્યનને 29 ઓક્ટોબર સુધી જામીન ના મળે તો તેને 15 નવેમ્બર સુધી જેલમાં રહેવું પડી શકે છે.
આ પણ વાંચોઃ Gauri Khan ના ભાઇને પસંદ ન હતા Shah Rukh Khan, બતાવી હતી બંદૂક અને આપી હતી ધમકી
20 દિવસથી જેલમાં બંધ છે આર્યન ખાન
ડ્રગ્સ કેસમાં પાછલા 20 દિવસથી આર્યન ખાન આર્થર રોડ જેલમાં બંધ છે. જ્યારે, સેસન્સ કોર્ટમાં આર્યનની જામીન અરજી 2 વાર ફગાવવામાં આવી છે. જે બાદ શાહરુખ ખાનના વકીલ પુર જોરથી આર્યનને બેલ અપાવવા માટે હાઈ કોર્ટમાં લડી રહ્યા છે. આર્યન ખાનને બેલ મળી જાય તે માટે શાહરુખે હાઈ પ્રોફાઈલ વકીલોની જંગ ઉભી કરી દિધી છે.
બુધવારે પણ આર્યનને ના મળ્યા જામીન
કોર્ટે ડ્રગ્સ કેસમાં પકડાયેલા આરોપીઓમાંથી 2 લોકોને મંગળવારે જામીન આપ્યા હતા. આર્યન ખાનના પરિવારને આશા હતી કે, બુધવારે તેને જામીન મળી જશે. જોકે, હાઈકોર્ટે બને પક્ષની દલીલો સાંભળી આ કેસની સુનાવણી ગુરુવારે રાખી. કોર્ટના નિર્ણયને લઈ શાહરુખના પરિવાર ચિંતિત હતો. તેવામાં NCB આર્યન સામે મળેલા સબૂતો સાથે આર્યનની જામીનનો વિરોધ કરી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube