મુંબઈઃ Ananya Panday Aryan Khan Relationship: આજના સમયમાં બોલિવૂડના ઘણા એવા કલાકારો છે જેમના સ્ટારકિડ્સ પણ ઈન્ડસ્ટ્રીમાં આવી ચૂક્યા છે અથવા તો એન્ટ્રી કરવાના છે. સૌથી પ્રખ્યાત સ્ટારકિડ્સ વિશે વાત કરીએ તો, અનન્યા પાંડે (Ananya Panday)અને આર્યન ખાનના  (Aryan Khan) નામ ચોક્કસપણે આ લિસ્ટમાં લેવામાં આવશે. તમને જણાવી દઈએ કે, અનન્યા પાંડે તેના કામની સાથે સાથે તેના અંગત જીવનના કારણે પણ ચર્ચામાં રહે છે. થોડા સમય પહેલા અભિનેત્રીનું નામ કાર્તિક આર્યન  (Kartik Aaryan)અને ઈશાન ખટ્ટર (Ishaan Khatter) સાથે જોડવામાં આવ્યું હતું અને હવે લેટેસ્ટ મીડિયા રિપોર્ટ્સ અનુસાર અનન્યા આદિત્ય રોય કપૂરને (Aditya Roy Kapur) ડેટ કરી રહી છે. હવે, NMACC લોન્ચનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેમાં અનન્યા આર્યન ખાન સાથે પોઝ આપી રહી છે. આ ફોટામાં નેટીઝન્સે કંઈક એવું જોયું કે જેથી અનન્યાને 'શાહરૂખ ખાનની વહુ' (Shah Rukh Khan ki Bahu)કહી રહ્યાં છે.


અમે તમને હમણાં જ કહ્યું તેમ અનન્યા પાંડે અને આર્યન ખાનનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જે નીતા મુકેશ અંબાણી કલ્ચરલ થિયેટરના (Nita Mukesh Ambani Cultural Theatre) લોન્ચ ઈવેન્ટના બીજા દિવસે લેવામાં આવ્યો હતો. આ ફોટો ગૌરી ખાને Gauri Khan)શેર કર્યો છે જેમાં તેની બાજુમાં સુહાના ખાન, આર્યન ખાન અને અનન્યા પાંડે (Aryan Khan Ananya Panday)ઉભા છે. આ ફોટોમાં આર્યનનો હાથ અનન્યાની પીઠ પર છે અને ચારેયની આ તસવીરને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube