ડ્રગ્સ કેસમાં શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની ધરપકડ  બાદ કિંગ ખાન એન્ડ ફેમિલીના સમર્થનમાં બોલીવુડ ઉતરી પડ્યું છે. જેમાં સુઝાન ખાન, પૂજા ભટ્ટ, સલમાન ખાન, સુનીલ શેટ્ટી, હંસલ મહેતા સહિત અનેક મોટા નામ સામેલ છે. આ જ કડીમાં હવે બોલીવુડના હેન્ડસમ અભિનેત્તા ઋતિક રોશનનું નામ પણ જોડાઈ ગયું છે. ઋતિકે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક લાંબી લચક પોસ્ટ લખીને આર્યન ખાનને સપોર્ટ કર્યો છે. 


ઋતિકે લખ્યું છે કે શાંત રહીને હાલાતોનો ડટીને સામનો કરો. આ તમારા ઉજ્જવળ ભવિષ્યનો પાયો બનશે. ઋતિકે આર્યનની એક તસવીર શેર કરીને લખ્યું કે મારા પ્રિય આર્યન, જીવન એક અનોખી સફર છે. આ શાનદાર છે કારણ કે તે અનિશ્ચિતતાઓથી ભરેલી છે. આ એટલા માટે પણ શાનદાર છે કારણ કે તે તમને અચાનક ઝટડકા આપે છે પરંતુ યાદ રાખો કે ભગવાન દયાળુ છે. તે માત્ર મજબૂત લોકોને જ પરેશાનીઓ અને પડકાર આપે છે. તમે જાણો છુો કે ભગવાને ફક્ત તમને એટલા માટે પસંદ કર્યો છે જેથી કરીને તમે આ દબાણ ઝીલવાનું શીખી શકો. હું માનુ છું કે તમને આ મહેસૂસ પણ થઈ રહ્યું હશે. ગુસ્સો, કન્ફ્યૂઝન, અને અસહાયપણું આ બધુ તમારા અંદરના હીરોને બહાર કાઢવા માટે જરૂરી છે. યાદ રાખજે કે આ જ બધી વસ્તુ તમારી અંદરની સારી વસ્તુઓ, કાઈન્ડનેસ, લવ, કમ્પેશનને પણ  બાળી મૂકશે. તમે પોતે આ તપસ્યામાં હોમાઓ પરંતુ એક લિમિટ સુધી, ભૂલો, જીત, સફળતા આ બધુ સમાન જ છે. બસ તમારે એટલું સમજવાનું છે કે તમારે કઈ વસ્તુને તમારી સાથે રાખવાની છે અને શેને બહાર ફેકવાનું છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube