અમિતાભ બચ્ચન સાથે 2 ફિલ્મોમાં કામ કરી ચુક્યો છે શાહરુખ ખાનનો દીકરો આર્યન, પરંતુ કોઈએ ન કર્યો નોટિસ
Aryan Khan Bollywood Films: હાલ શાહરુખ ખાનનો દીકરો આર્યન ખાન તેના ડેશિંગ અને સ્ટાઇલિંગ લુકના કારણે ચર્ચામાં છે. તે પોતાના હેન્ડસમ લૂક્સ ના કારણે સોશિયલ મીડિયા પર છવાયેલો છે. પરંતુ શું તમે જાણો છો કે આર્યન ખાન બોલીવુડ ફિલ્મોમાં કામ કરી ચૂક્યો છે ?
Aryan Khan Bollywood Films: બોલીવુડના બાદશાહ તરીકે ઓળખાતા શાહરુખ ખાન હાલ તેના પરિવારના કારણે ખૂબ જ ચર્ચામાં રહે છે. હાલ શાહરુખ ખાનનો દીકરો આર્યન ખાન તેના ડેશિંગ અને સ્ટાઇલિંગ લુકના કારણે ચર્ચામાં છે. તે પોતાના હેન્ડસમ લૂક્સ ના કારણે સોશિયલ મીડિયા પર છવાયેલો છે. પરંતુ શું તમે જાણો છો કે આર્યન ખાન બોલીવુડ ફિલ્મોમાં કામ કરી ચૂક્યો છે ? વર્ષો પહેલા આર્યન ખાન ફિલ્મોમાં ડેલ્યુ કરી ચૂક્યો છે. અને તે પણ એક નહીં પરંતુ ઘણી ફિલ્મોમાં તેણે કામ કર્યું છે. તેની બે ફિલ્મો તો અમિતાભ બચ્ચન સાથે છે.
આ પણ વાંચો:
કપિલ શર્મા જોવા મળશે વધુ એક ફિલ્મમાં, આ ત્રણ દમદાર અભિનેત્રીઓ સાથે શેર કરશે સ્ક્રીન
આ સીધી-સાદી અભિનેત્રીઓ પણ સમય જતાં થઈ બોલ્ડ, કરિયર બચાવવા ઈન્ટિમેટ સીન્સ પણ આપ્યા
NMACC લોન્ચ ઈવેન્ટમાં Shloka Mehta એ પહેરી હતી 100 વર્ષ જુની સોનાની સાડી
શાહરુખ ખાનનો દીકરો આર્યન ખાન સૌથી પહેલા ફિલ્મ કભી ખુશી કભી ગમ માં અમિતાભ બચ્ચન સાથે જોવા મળ્યો હતો. આ ફિલ્મ માટે મુખ્ય ભૂમિકામાં નહોતો પરંતુ એક ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે જોવા મળ્યો હતો. તેણે પોતાના પિતા શાહરુખ ખાનના નાનપણનું પાત્ર ભજવ્યું હતું. ફિલ્મ કભી ખુશી કભી ગમમાં જયા બચ્ચન અને અમિતાભ બચ્ચન સાથે જે બાળક જોવા મળે છે તે આર્યન ખાને છે.
આ સિવાય આર્યન ખાન કભી અલવિદા ના કહેના ફિલ્મોમાં પણ ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં પણ અમિતાભ બચ્ચન હતા અને તેમની સાથે શાહરુખ ખાન, અભિષેક બચ્ચન, રાની મુખર્જી, અને પ્રીતિ ઝિન્ટા મુખ્ય ભૂમિકામાં હતા. આ બે બોલીવુડ ફિલ્મોમાં કામ કર્યા ઉપરાંત આર્યન ખાને એનીમેટેડ ફિલ્મ હમ હે લાજવાબ અને ધ લાયન કિંગમાં વોઇસ ઓવર પણ આપ્યો હતો. જોકે મોટા થયા પછી શાહરુખ ખાનના દીકરાને ફિલ્મોમાં કામ કરવામાં રસ ન રહ્યો. શાહરુખ ખાનના દીકરાને અભિનય કરતા ડાયરેક્શનમાં રસ છે. તે ટૂંક સમયમાં જ એક નવી ફિલ્મમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે ડેબ્યૂ કરશે.