આસારામ બાપુ ટ્રસ્ટ બગડ્યું : ગુજરાતી વકીલની બાયોપિકમાં એવું તો શું છે કે થઈ મોટી બબાલ
મનોજ બાજપેયીની ફિલ્મ `સિર્ફ એક બંદા કાફી હૈ`નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. રિલીઝ થઈ ત્યારથી જ આ ફિલ્મને લઈને ઘણી ચર્ચા ચાલી રહી છે. પરંતુ હવે આ ફિલ્મ કાયદાકીય ગૂંચવણમાં ફસાય એવી સંભાવના છે. આસારામ બાપુ ટ્રસ્ટે મેકર્સને નોટિસ મોકલીને કહ્યું છે કે આ ફિલ્મ તેમના બાપુ પર બની છે.
નવી દિલ્હીઃ અભિનેતા મનોજ બાજપેયીની અપકમિંગ ફિલ્મ 'સિર્ફ એક બંદા કાફી હૈ' નું જબરદસ્ત અને દમદાર ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ઓટીટી પર રિલીઝ થઈ રહેલી આ ફિલ્મને એક સત્ય ઘટનાઓથી પ્રેરિત ઓરિઝનલ ફિલ્મ જણાવવામાં આવી રહી છે. અપૂર્વ સિંહ કાર્કીના ડાયરેક્શનમાં બનેલી આ કોર્ટ રૂમ ડ્રામા ફિલ્મ હવે કાયદાકીય વિવાદમાં ફસાતી જોવા મળી રહી છે. આસારામ બાપુ ટ્રસ્ટે ફિલ્મના મેકર્સને નોટિસ જારી કરી છે. તેમણે ફિલ્મની કહાનીને બાપુની કહાની જણાવી છે. ફિલ્મમાં એક હાઈકોર્ટના વકીલ છે, જેણે POCSO એક્ટ હેઠળ એક સગીરાના બળાત્કારનો અસાધારણ કેસ લડ્યો હતો. મનોજ વાજપેયી ફિલ્મમાં વકીલની મુખ્ય ભૂમિકામાં છે.
ફિલ્મના ટ્રેલરમાં દેખાડવામાં આવ્યું છે કે આ વાસ્તવિક જીવનની ઘટનાઓથી પ્રેસિત છે. ટ્રેલરને દર્શકોની સારી પ્રતિક્રિયા મળી, જેણે ટ્રેલર જોઈને અંદાજ લગાવ્યો કે ફિલ્મમાં ગોડમેન કોઈ અન્ય નહીં પરંતુ આસારામ છે, કારણ કે ફિલ્મમાં મનોજના પાત્રનું નામ પીસી સોલંકી છે અને આ નામના વકીલે આસારામ વિરુદ્ધ કેસ લડ્યો હતો.
આ પણ વાંચોઃ Prabhas, Kriti Sanon સ્ટારર Adipurush નું ટ્રેલર થયું રિલીઝ, ફેન્સમાં મચી ગઇ હલચલ!
આસારામના ભક્તોને લાગ્યું દુખ
હવે આસારામના ધર્માર્થ ટ્રસ્ટે મંગળવારે ફિલ્મના નિર્માતાઓને કાયદાકીય નોટિસ મોકલી છે. તેમાં કોર્ટ પાસે ફિલ્મના પ્રચાર અને રિલીઝ પર પ્રતિબંધ લગાવવાની માંગ કરવામાં આવી છે. નોટિસ જારી કરતા વકીલનું કહેવું છે કે આ ફિલ્મ તેના ક્લાયન્સ પ્રત્યે આપત્તિજનક અને માનહાનિકારક છે અને તેની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડી શકે છે. તેનાથી તેના ભક્તો અનુ અનુયાયિઓની ભાવનાઓને ઠેંસ પહોંચી શકે છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube