હિન્દી ફિલ્મ જગતના મહાન ગાયિકા આશા ભોંસલેને કોણ નહીં ઓળખતું હોય? તેમની ઓળખ આપવાની જરૂર જ ન પડે. કિશોર કુમારની જેમ તેઓ પણ બોલીવુડના સૌથી વર્સેટાઈલ સિંગર માની શકાય. પરંતુ તમને એક એવી વાત આજે જણાવીશું કે સાંભળીને કદાચ તમે વિશ્વાસ નહીં કરી શકો. આશા ભોંસલે એક પ્રખ્યાત બોલીવુડ સંગીતકાર અને સિંગર કે જેઓ ગુજ્જુ છે તેમને થપ્પડ મારવા માંગતા હતા. આખરે આ મામલો શું છે તે પણ ખાસ જાણવા જેવો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હિમેશ રેશમિયાનું નામ બોલીવુડમાં ઓલરાઉન્ડર તરીકે મશહૂર છે. તેઓ હિન્દી ફિલ્મોમાં જાણીતા સંગીતકાર છે. આ ઉપરાંત મ્યૂઝિક રિયાલિટી શોમાં જજ તરીકે પણ જોવા મળે છે. તેઓ સિંગર પણ છે. પરંતુ એકવાર તેમણે આરડી બર્મનને લઈને એક એવી વાત કરી હતી જેના કારણે શાંત સ્વભાવ માટે જાણીતા એવા ગાયિકા આશા ભોંસલેએ તેમને થપ્પડ મારવા સુદ્ધાની ધમકી આપી દીધી હતી. 


વાત જાણે એમ હતી કે હિમેશ રેશમિયા પોતાના વિશે વાત કરી રહ્યા હતા અને કહી રહ્યા હતા કે ગીતમાં અવાજની જરૂરિયાત મુજબ ક્યારેક ક્યારેક તેઓ નાકમાંથી ગાય છે. જે રીતે તેમણે આશિક બનાયા આપને...ગીતમાં ગાયું હતું. આ બધા વચ્ચે તેમણે લેજન્ડરી સંગીતકાર આરડી બર્મનનું નામ લીધુ હતું. સિંગર હિમેશ રેશમિયાએ કહ્યું હતું કે હાઈ પિચ ગીતથી નેઝલ વોઈસ ટચ આવે છે અને આવું ફેમસ કમ્પોઝર સિંગર આરડી બર્મન સાથે પણ થતું હતું. હિમેશે પોતાની સિંગિંગ અંગે ટિપ્પણી કરતા આ વાત કરી હતી. હિમેશની આ ટિપ્પણી આશા ભોંસલેને ગમી નહતી. અનેક રિપોર્ટ્સ મુજબ તેમણે હિમેશ રેશમિયાને થપ્પડ મારવાની ધમકી સુદ્ધા આપી દીધી હતી. 


આશાજીની આ નારાજગી બાદ હિમેશને પોતાની ભૂલનો અહેસાસ થયો અને તેમણે પોતાના આ નિવેદન પર માફી પણ માંગી હતી. ત્યારબાદ આશા ભોંસલેએ તેમને માફ કરી દીધા હ તા અને પછી તેઓ હિમેશ રેશમિયા સાથે મ્યૂઝિક શોમાં જજ તરીકે પણ જોવા મળ્યા હતા. 



અત્રે જણાવવાનું કે હિમેશ રેશમિયા ફક્ત સિંગર જ નહીં પરંતુ અભિનેતા અને નિર્માતા પણ છે. તેમણે વર્ષ 2007માં ફિલ્મ આપ કા સુરુરથી પોતાના અભિનયની સફર પણ શરૂ કરી હતી. હિમેશ હિન્દી સિનેમાના પહેલા એવા સિંગર અને મ્યૂઝિક ડાયરેક્ટર છે જેમને તેમના આ પહેલા ડેબ્યુ ગીત માટે ફિલ્મફેર બેસ્ટ ડેબ્યુ સિંગરનો એવોર્ડ મળ્યો હતો. ત્યારબાદ તેમણે કરજ, રેડિયો, ખિલાડી 786, એક્સપોઝ, તેરા સુરુર જેવી અનેક ફિલ્મોમાં કામ કર્યું પરંતુ સફળતા મળી નહીં. 


હિમેશ રેશમિયાની વાત કરીએ તો તેઓનો જન્મ મહારાષ્ટ્રના મુંબઈમાં વિપિન રેશમિયા અને મધુ રેશમિયાના ત્યાં થયો હતો. તેઓ આમ તો મૂળ ગુજરાતના ભાવનગર જિલ્લાના મહૂવા ગામ સાથે સંબંધ ધરાવે છે. બોલીવુડમાં સફળતા મળી તે પહેલા તેઓ ટીવીના પડદે પણ ધૂમ મચાવી ચૂક્યા છે. ઝી ટીવ માટે અમર પ્રેમ અને અંદાજ સહિત અનેક ટીવી શ્રેણીઓનું નિર્માણ કર્યું હતું અને એટલું જ નહીં તેના ટાઈટલ ટ્રેક માટે સંગીત પણ આપ્યું હતું. ઝી ટીવીના સારેગમપ ચેલેન્જ રાઉન્ડમાં નિર્ણાયક અને સંવર્ધક તરીકે કામ કર્યું હતું. 2007ની શ્રેણીમાં તેઓ વિજયી બન્યા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube