મુંબઇ: વેબ સીરીઝ આશ્રમ (Aashram) માં બોબી દેઓલ સાથે મહત્વપૂર્ણ પાત્ર ભજવનાર અભિનેત્રી અનુપ્રિયા ગોયનકા (Anupriya Goenka)એ તાજેતરમાં જ પોતાની જીંદગીનો એવું રહસ્ય ખોલ્યું છે, જેમાં એક આધ્યાત્મિક ગુરૂ સાથે તેમનો એક અપ્રિય અનુભવ જોડાયેલો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઇન્ટરવ્યૂમાં કબૂલી આ વાત
ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના ઇ-ટાઇમ્સ સાથે વાતચીત દરમિયાન  તેમણે આ ઘટના વિશે ખુલીને જણાવ્યુંક એ જેના લીધે તેમના મગજ પર ખૂબ પ્રભાવ પડ્યો હતો. તેમણે આ ઇન્ટરવ્યૂમાં કહ્યું કે 'મારા પિતાજી ઘણી હદે આધ્યાત્મિક વલણ ધરાવતા હતા. આધ્યાત્મિકતા મારી અને તેમની પરિભાષાઓમાં એકદમ જ અલગ હતી. આધ્યાત્મિકતાની મારી પરિભાષા છે કે જ્યારે તમે બ્રહ્માંડમાં વિશ્વાસ ધરાવે છે, કોઇ બહારી તાકાતના અસ્તિત્વને સ્વીકાર કરવો જે આપણા ઉપર છે, સારા વિચારોને માનવા અને આ માનવું કે અમારી મોટી તાકાત પણ છે, કદાચ ઉર્જા. 


મારું માનવું છે ભગવાન છે, કારણ કે આ બધાને સારું અનુભવ કરાવે છે. મારું માનવું છે કે ભગવાન છે કે પરંતુ મારા માટે આધ્યાત્મિકતાનો અર્થ જીંદગીમાં કેટલીક અર્થપૂર્ણ કાર્ય કરવું છે. ભલે તે મારી આસપાસના લોકો માટે હોય, ભલે તે મારો પરિવાર, મિત્રો અથવા મોટા રૂપમાં સમાજ માટે હોય. જો હું આ બધુ કરવામાં સમર્થ છું તો હું મારી આધ્યાત્મિક સાથે સંપર્કમાં છું અથવા પછી તે માર્ગ પર છું. 


'આદ્યાત્મિકના કારણે થઇ ખૂબ પરેશાન'
પરંતુ પિતા માટે આધ્યાત્મિકતાનો અર્થ એટલે કે હંમેશા સાધુ, સાધ્વીને પાગલપનની હદ સુધી શોધવા, અને તેના માએ પોતાના બધાને છોડીને પોતાની આસ્થા માટે ઘણા બધા કામ છોડીને સમર્પિત કરી દેવા જોઇએ. તેનાથી ખરેખરમાં પરિવાર્ને ખૂબ નુકસાન થયું કારણ કે તેમનું ધ્યન પરિવાર પર, પોતાની જવાબદારીઓ પર કેન્દ્રીય ન હતી. તેને લીધે એક પિતા તરીકે, એક પતિ તરીકે પોતાની જવાબદારીઓથી બચતા રહ્યા. તેના લીધે તે કોઇપણ કામ કરવામાં એક તરફથી અક્ષમ થઇ ગયા. તેના લીધે આપણા પરિવારને ખૂબ પરેશાનીઓનો સામનો કરવો પડ્યો હતો.


'આધ્યાત્મિક સંતના ખોટા ઇરાદાઓનો અનુભવ થયો'
અનુપ્રિયાએ આગળ જણાવ્યું કે અને મને એક આધ્યાત્મિક સંતને ખોટા ઇરાદાનો અનુભવ પણ થયો. જેણે મારો ફાયદો લેવાનો પ્રયત્ન કર્યો અને આમ એટલા મટે થયું કારણ કે મારી ઉંમર ખૂબ નાની હતી અને મારા પરિવાર પર તેના પર જરૂરિયાતથી વધુ વિશ્વાસ કરતો હતો. તે વ્યક્તિ હતા જે ખૂબ વ્યવહારું અને તાર્કિક વાતો કરતા હતા અને મેં તેમના પર વિશ્વાસ કરવાનું શરૂ કર્યું હતું. મારો પરિવાર તેમના પર ખૂબ વિશ્વાસ ધરાવતો હતો, અને તેણે 17-18 વર્ષની ઉંમરમાં મારો ફાયદો લેવાનો પ્રયત્ન શરૂ કરી દીધો અને આ વાત મને ખૂબ લાંબા સમય સુધી ડરતી રહી.  


'મારી જીંદગીનો ખૂબ ખરાબ અનુભવ'
આભાર છે, હું ભલે ઘણી નાની હતી, પરંતુ મેં તેણે મારો ફાયદો લેવા ન દીધો અને તેને સ્થિતિથી બચીને નિકળી શકવામાં સફળ રહી કારણ કે મને ખબર હતી કે મને અંદરનો અવાજ સંભળાયો હતો. જોકે મારે તે અવાજ સાથે મોડેસુધી લડવું પડ્યું હતું. મેં તેના ઇરાદાના કેટલીક મુલાકાતોમાં જ જાણી લીધી હતી, મને અહેસાસ થયો હતો કે કંઇક તો અલગ છે. હું મારી વિચારસણી પર શંકા કરી રહી હતી કારણ કે હું તેના પર ખૂબ વિશ્વાસ કરવા લગી હતી. આ મારી જીંદગીનો સૌથી ખરાબ અનુભવ હતો. તમને જણાવી દઇએ કે આશ્રમ-2 ધ ડાર્ડ સાઇડ 11 નવેમ્બર 2020 પ્લેયર પર સ્ટ્રીમ કરવા લાગી છે.