Athiya Shetty-KL Rahul: સામે આવી અથિયા શેટ્ટી અને કેએલ રાહુલના લગ્નની તારીખ! તૈયારીઓ શરૂ
Wedding Date Revealed: અથિયા શેટ્ટી અને કેએલ રાહુલના લગ્નના સમાચારને લઈને ઘણા દિવસથી સસ્પેન્સ યથાવત છે. આખરે ફેન્સની આતૂરતા ખતમ થઈ ગઈ છે.
નવી દિલ્હીઃ Sunil Shetty Daughter Wedding: અથિયા શેટ્ટી અને કેએલ રાહુલ પોતાની રિલેશનશિપ અને લગ્નની ચર્ચાઓને કારણે હંમેશા છવાયેલા રહે છે. ફેન્સ પણ સુનીલ શેટ્ટીની પુત્રી અથિયા શેટ્ટી અને કેએલ રાહુલના લગ્ન વિશે જાણવા માટે ખુબ આતૂર રહે છે.
જાન્યુઆરીમાં થશે લગ્ન
મીડિયા રિપોર્ટ પ્રમામે અથિયા શેટ્ટી (Athiya Shetty)અને કેએલ રાહુલ 2023માં જાન્યુઆરી મહિનામાં એકબીજા સાથે લગ્ન કરી શકે છે. ઘણા લોકો આ સમાચાર વિશે જાણીને ખુશ જોવા મળ્યા. સોશિયલ મીડિયા પર આ કપલના લગ્ન સાથે જોડાયેલા સમાચાર ખુબ ઝડપથી વાયરલ થઈ રહ્યાં છે.
જલદી વાગશે લગ્નના ઢોલ
સુનીલ શેટ્ટી (Sunil Shetty) ની પુત્રી જલદી દુલ્હન બનવાની છે. તમને જણાવી દઈએ કે અથિયા શેટ્ટી અને કેએલ રાહુલ લાંબા સમયથી ડેટ કરી રહ્યાં છે. હાલમાં એક રિપોર્ટરે જ્યારે સુનીલ શેટ્ટીને લગ્ન વિશે પૂછ્યું તો સુનીલ શેટ્ટીએ હળવા અંદાજમાં કહ્યું કે અરે હવે આ લગ્ન... મારા તો થઈ ગયા બેટા. ઓહ અથિયાની... જલદી થશે જલદી થશે. હવે આ લગ્નના સસ્પેન્સને લઈને ખુલાસો થઈ ગયો છે.
આ પણ વાંચોઃ AUS vs ENG: ડેવિડ વોર્નરે 1043 દિવસ બાદ વનડેમાં ફટકારી સદી, બનાવ્યો રેકોર્ડ
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube