Athiya Shetty: બોલીવુડ અભિનેત્રી આથિયા શેટ્ટી ના ઘરે ખુશીઓ આવવાની છે. ક્રિકેટર કેએલ રાહુલ અને આથિયા શેટ્ટી માતા-પિતા બનવાના છે અને બોલીવુડના એક્ટર સુનીલ શેટ્ટી નાના બનશે. સોશિયલ મીડિયા પર કે એલ રાહુલ અને આથિયા શેટ્ટી એ એક પોસ્ટ સાથે આ ગુડ ન્યુઝ શેર કરી છે. તેઓ વર્ષ 2025માં તેમના પહેલા બાળકને વેલકમ કરવા જઈ રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:વરૂણ ધવન અને સમંથાની લિપ કિસએ ઇન્ટરનેટ પર લગાવી આગ, ધડાધડ શેર થઈ રહ્યો છે આ વીડિયો


આથીયા અને કે એલ રાહુલે વર્ષ 2023 માં લગ્ન કર્યા હતા. શુક્રવારે કે એલ રાહુલ અને આથિયા એ instagram પર એક પોસ્ટ શેર કરી. જેમાં તેમણે લખ્યું છે કે. તેમના જીવનના સુંદર આશીર્વાદ 2025 માં આવશે. એટલે કે આથીયા પ્રેગનેન્ટ છે અને તે વર્ષ 2025 માં તેના પહેલા બાળકને જન્મ આપવાની છે. આ પોસ્ટ પર બોલીવુડના કલાકારો પણ માતા-પિતા બનવા જઈ રહેલા રાહુલ અને આથિયાને શુભકામના પાઠવી રહ્યા છે. 



આથિયા શેટ્ટી અને કે એલ રાહુલ એકબીજાના સંપર્કમાં ફેબ્રુઆરી 2019 માં આવ્યા હતા. એક કોમન ફ્રેન્ડ ના માધ્યમથી તેઓ મળ્યા હતા અને તેમની વચ્ચે વાતચીત શરૂ થઈ. ત્યાર પછી બંને વચ્ચેની મિત્રતા પ્રેમમાં બદલી ગઈ. ત્યાર પછીથી તેમના રિલેશનશિપની અફવાઓ ચાલતી હતી. પરંતુ સંબંધો અંગે પુષ્ટિ બંનેએ વર્ષ 2021 માં કરી. ત્યાર પછી 23 જાન્યુઆરી 2023 ના રોજ તેમણે મુંબઈમાં લગ્ન કર્યા.