ફ્લોપ કરિયર બાદ કરોડોપતિ પતિની સાથે વૈભવી જીવન જીવે છે આ અભિનેત્રી, જુઓ તસવીરો
Athiya Shetty KL Rahul Wedding Anniversary: અભિનેત્રી આથિયા શેટ્ટી અને કેએલ રાહુલ 23 જાન્યુઆરીએ પોતાના લગ્નની પ્રથમ વર્ષગાંઠ ઉજવી રહ્યાં છે. તેવામાં આજે અમે તમને બંનેની લવસ્ટોરી વિશે જણાવી રહ્યાં છીએ.
નવી દિલ્હીઃ Athiya Shetty KL Rahul First Wedding Anniversay: બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં હંમેશા સાંભળવા મળે છે કે સ્ટારકિડનું કરિયર તો સેટ હોય છે. પરંતુ આજે અમે તમને એક એવી અભિનેત્રીની માહિતી આપી રહ્યાં છીએ જે દિગ્ગજ અભિનેતાની પુત્રી હોવા છતાં ખુદને એક્ટિંગની દુનિયામાં સફળ કરી શકી નહીં. પરંતુ આજે અભિનેત્રી એક સ્ટાર ક્રિકેટર સાથે લગ્ન કરી વૈભવી જીવન જીવી રહી છે. આવો જાણીએ આ સ્ટાર કપલની લાઇફસ્ટાઇલ વિશે..
પિતાની જેમ બોલીવુડમાં સફળ ન થઈ શકી આ અભિનેત્રી
અમે વાત કરી રહ્યાં છીએ હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા સુનીલ શેટ્ટીની પુત્રી આથિયા શેટ્ટીની. જેણે વર્ષ 2015માં પોતાનું કરિયર ફિલ્મ હીરોથી શરૂ કર્યું હતું. શરૂઆતી કરિયરમાં અભિનેત્રીની ખુબ ચર્ચા થઈ હતી. પરંતુ જ્યારે ફિલ્મ રિલીઝ થઈ તો તે ફેન્સની આશા પર ખરી ઉતરી શકી નહીં. પરંતુ ત્યારબાદ પણ તેણે અન્ય ફિલ્મોમાં કામ કર્યું હતું.
આથિયાની તમામ ફિલ્મ બોક્સ ઓફિર પર ફ્લોપ
આથિયા શેટ્ટી બીજી વખત ફિલ્મ 'મુબારકાં'માં જોવા મળી હતી. પરંતુ પ્રથમ ફિલ્મની જેમ તેની હાલત પણ બોક્સ ઓફિસ પર ખરાબ હતી. ત્યારબાદ આથિયાએ 2018માં ફિલ્મ 'નવાબઝાદે' અને 2019માં ફિલ્મ 'મોતીચૂર ચકનાચૂર'માં કામ કર્યું હતું. પરંતુ અભિનેત્રીની આ બંને ફિલ્મો પણ ખરાબ રીતે ફ્લોપ રહી હતી. જે બાદ આથિયાએ એક્ટિંગની દુનિયાને અલવિદા કહી દીધું અને ભારતીય ક્રિકેટર કેએલ રાહુલ સાથે લગ્ન કર્યા. લગ્ન પછી અભિનેત્રી આજે ભવ્ય જીવન જીવી રહી છે.
કેએલ રાહુલ સાથે કર્યાં લગ્ન
આથિયા શેટ્ટી અને કેએલ રાહુલે થોડો સમય ડેટિંગ કર્યા બાદ 23 જાન્યુઆરી 2023માં લગ્ન કર્યાં હતા. બંનેના લગ્ન ખુબ ધૂમધામ સાથે સુનીલ શેટ્ટીના ફાર્મહાઉસ પર થયા હતા. કેએલ રાહુલ ભારતીય ક્રિકેટ ટીમનો મહત્વનો ખેલાડી છે. જેના આજે લાખો લોકો દીવાના છે. વેબસાઇટ સીએનોલેજ ડોટ કો અનુસાર રાહુલની નેટવર્થ 12 મિલિયન ડોલર એટલે કે લગભગ 99 કરોડ છે.
પિતા સુનીલે આથિયા અને રાહુલને આપી શુભેચ્છા
નોંધનીય છે કે સુનીલ શેટ્ટી જમાઈ કેએલ રાહુલના મોટા ફેન છે. ઘણીવાર તેમણે રાહુલની પ્રશંસા પણ કરી છે. તો આથિયા અને રાહુલની વેડિંગ એનિવર્સરી પર સુનીલ શેટ્ટીએ બંનેને શુભેચ્છા આપી છે. એક્ટરે પોતાના ઈન્સ્ટાગ્રામ પર કપલની એક તસવીર શેર કરી છે. આ સાથે તેમણે કેપ્શનમાં લખ્યું- હેપ્પી એનિવર્સરી. જેના પર આથિયાએ કોમેન્ટ કરતા લખ્યું- લવ યુ પાપા.