Avatar The Way Of Water Teaser: હોલીવુડની ફિલ્મોના શોખીનો માટે વધુ એક ફિલ્મ આવી રહી છે. જેમ્સ કેમરુનની ફિલ્મ અવતાર: ધ વે ઓફ વોટર (Avatar The Way Of Water) નું ટીઝર રિલીઝ થયું છે. દાયકા પહેલા રિલીઝ થયેલી અવતાર ફિલ્મની સિક્વલ એવી આ ફિલ્મનું ટીઝર એટલું જબરદસ્ત છે કે તેના એક એક સીન પર તમારી નજર ચોંટી જશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Avatar The Way Of Water ફિલ્મના ટીઝરમાં પેન્ડોરાની એકદમ આશ્ચર્યજનક દુનિયા તમને જોવા મળશે. ત્યાં રહેતા વાદળી માણસો સામાન્ય લોકો કરતા એકદમ અલગ દેખાય છે. જે પોતાની એક અલગ દુનિયામાં શાંતિથી જીવવાનું પસંદ કરે છે. આ ટીઝરમાં વાદળી રંગના લોકો તમને અન્ય સામાન્ય લોકો સાથે ભળતા જોવા મળશે. પરંતુ આ વખતે પણ તેઓ તેમના પરિવાર અને પોતાની દુનિયાને બચાવવા માટેની માથાપચ્ચી કરતા જોવા મળશે. ટીઝર જોઈને તમે ચોક્કસપણે રોમાંચિત થઈ જશો. 


જુઓ ટીઝર


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube