નવી દિલ્હીઃ ખૂબ અપેક્ષિત હોલીવુડ ફિલ્મ ''એવેન્જર્સઃ એન્ડગેમ" વિશ્વ ભરમાં રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મ સતત બોક્સ ઓફિસ પર રેકોર્ડ તોડી રહી છે. માર્વલ સુપરહીરોઝની ફિલ્મને લઈને ફેન્સ વધુ ઇમોશનલ છે. ચીનમાં આ ફિલ્મ જોવા દરમિયાન એક ફેન એટલી ભાવુક થઈ ગઈ કે તેને હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી. અહેવાલ મુજબ આ ફેન Hyperventilation ની સ્થિતિમાં પહોંચી ગઈ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક ચીની વેબસાઇટના રિપોર્ટ પ્રમાણે, તે એટલી વધુ રડીકે તેને શ્વાસ લેવામાં મુશ્કેલી આવવા લાગી અને તેના હાથ-પગ નબળા થઈ ગયા હતા. જાણકારી પ્રમાણે ફેન ફિલ્મ જોવા દરમિયાન ભાવુક થઈ રહી હતી પરંતુ ફિલ્મના અંત સુધી તે વધુ ભાવુક થઈ અને જોર-જોરથી રડવા લાગી હતી. તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી અને ઓક્સીજન આપવામાં આવ્યું જેથી તેના શ્વાસમાં નિયંત્રણ લાગી શકાય. 


પિંકવિલાના એક રિપોર્ટ પ્રમાણે, યુઆન લિયાન નામની એક ઈમરજન્સી ડોક્ટરે જણાવ્યું, 'મેં જોયું કે દર્દી ખુબ મુશ્કેલથી શ્વાસ લઈ રહી હતી,' અને આ સાથે લોકો દ્વારા આપવામાં આવેલી જાણકારી પ્રમાણે તે ખુબ રડવા લાગ જેથી Hyperventilation ની સ્થિતિમાં પહોંચી ગઈ હતી. અમે તેને તત્કાલ ઓક્સીજન આપ્યં અને તેને રિલેક્સ કરીને સારો અનુભવ કરાવ્યો. 


એવેન્જર્સઃ એન્ડગેમે રચ્યો ઇતિહાસ, ઠગ્સ ઓફ હિન્દુસ્તાનનો પણ રેકોર્ડ તોડ્યો 

શું મરી ગયો આયરન મેન?
માર્વલની આ ફિલ્મને એવેન્જર્સ સિરીઝની છેલ્લી ફિલ્મ જણાવવામાં આવી રહી છે. ફિલ્મના ગત પાર્ટમાં અડધા સુપરહીરોઝને થૈનોજે પૂરા કરી દીધા, જે આ વખતે પરત આવવાના સમાચાર છે. પરંતુ એક ખબર જે ફેન્સને સતત ભાવુક કરી રહી છે તે છે કે આ પાર્ટમાં આયરન મેન મરી જશે. તેને લઈને ફેન્સ ખુબ ભાવુક છે. ફિલ્મનું પ્રમોશન સતત આ પોઈન્ટને લઈને થઈ રહ્યું છે.