નવી દિલ્હીઃ માર્વલની એવેન્જર્સઃ એન્ડગેમે બોક્સ ઓફિસ પર કમાણીનો નવો રેકોર્ડ બનાવી દીધો છે. અત્યાર સુધી ત્રણ દિવસમાં 100 કરોડની કમાણીનો રેકોર્ડ બાહુબલીના નામે હતો. આ રેકોર્ડને તોડતા એવેન્જર્સે બે દિવસમાં 100 કરોડની કમાણીના આંકડાને પાર કરી લીધો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શનને શેર કરતા જણાવ્યું રે, ફિલ્મ 100 કરોડને પાર પહોંચી ગઈ છે. ફર્સ્ટ વીકેન્ડમાં તેના 150 કરોડની કમાણી કરવાનો રસ્તો સાફ છે. ફિલ્મણે શુક્રવારે 53.10 કરોડ, શનિવારે 51.40 કરોડની કમાણી કરતા કુલ 104.50 કરોડની કમાણી કરી લીધી છે. ફિલ્મનું ગ્રોસ બોક્સ ઓફિસ કલેક્શન 124.40 કરોડ છે. એક હોલીવુડ ફિલ્મ માટે આ ખુબ સારો આંકડો છે. 


તરણ આદર્શે લખ્યું, પ્રથમ વીકેન્ડમાં 150 કરોડની કમાણી નક્કી છે. અત્યાર સુધી આ રેકોર્ડને કોઈપણ હિન્દી ફિલ્મએ બનાવ્યો નથી. બે વર્ષ પહેલા આ ક્રેઝ બાહુબલી ફિલ્મ માટે જોવામાં આવ્યો હતો. પરંતુ એવેન્જર્સે નવો રેકોર્ડ બનાવી દીધો છે. 




મહત્વનું છે કે, ભારતીય બોક્સ ઓફિસ પર ઓપનિંગ ડે પર સૌથી વધુ કમાણીનો રેકોર્ડ આમિર ખાનની ફિલ્મ ઠગ્સ ઓફ હિન્દુસ્તાનના નામે હતો. ઠગ્સ ઓફ હિન્દુસ્તાન ભારતમાં પોતાની રિલીઝના પ્રથમ દિવસે 52.25 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. ભારતના લોકો પર એવેન્જર્સઃ એન્ડગેમનો ફીવર ચઢેલો છે. મહત્વનું છે કે એવેન્જર્સઃ એન્ડગેમે મંગળવારે એડવાન્સ ટિકિટ સેલના તમામ રેકોર્ડ તોડી દીધા હતા. ફિલ્મની મોટી ડિમાન્ડ છે. એવેન્જર્સઃ એન્ડગેમને એવેન્જર્સ સિરીઝની છેલ્લી ફિલ્મ દર્શાવવામાં આવી રહી છે. આ ફિલ્મ કેપ્ટન માર્વલ બાદ રિલીઝ થઈ રહી છે. કેપ્ટન માર્વલ ગત મહિને રિલીઝ થઈ હતી. ફિલ્મમમાં રોબર્ટ ડાઉની જૂનિયર, ક્રિસ ઇવાન્સ, માર્ક રફ્ફાલો, ક્રિસ હેમ્સવર્થ, સ્કારલેટ જોહાનસન અને બ્રી લાર્સન વગેરે સામેલ છે.