આયુષ્માન ખુરાનાએ ગાયું `કબીર સિંહ`નું ગીત `બેખ્યાલી`, VIDEO જોઇને તમે ઓરિજનલ ભૂલી જશો
બોલીવુડ એક્ટર શાહિદ કપૂરની ફિલ્મ `કબીર સિંહ` આજથી 24 દિવસ પહેલાં સિનેમાઘરોમાં રિલીઝ થઇ હતી, પરંતુ કોને ખબર આ ફિલ્મને દર્શકો દ્વારા એટલો પ્રેમ મળશે કે તે અત્યાર સુધી બોક્સ ઓફિસ પર છવાઇ જશે. રિલીઝ થવાના પહેલાં દિવસથી માંડીને અત્યાર સુધી ફિલ્મે બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી છે. ફિલ્મ સમીક્ષક તરણ આદર્શના અનુસાર `કબીર સિંહ`એ અત્યાર સુધી કુલ 255.89 કરોડ રૂપિયાની કમાણી કરવામાં સફળતા મેળવી છે. તો બીજી તરફ ફિલ્મની સાથે-સાથે તેના ગીતો પણ સુપરહિટ સાબિત થયા, જેમાંથી એક ગીત `બેખ્યાલી` આજેપણ લોકો વચ્ચે ખૂબ મશહૂર છે.
નવી દિલ્હી: બોલીવુડ એક્ટર શાહિદ કપૂરની ફિલ્મ 'કબીર સિંહ' આજથી 24 દિવસ પહેલાં સિનેમાઘરોમાં રિલીઝ થઇ હતી, પરંતુ કોને ખબર આ ફિલ્મને દર્શકો દ્વારા એટલો પ્રેમ મળશે કે તે અત્યાર સુધી બોક્સ ઓફિસ પર છવાઇ જશે. રિલીઝ થવાના પહેલાં દિવસથી માંડીને અત્યાર સુધી ફિલ્મે બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી છે. ફિલ્મ સમીક્ષક તરણ આદર્શના અનુસાર 'કબીર સિંહ'એ અત્યાર સુધી કુલ 255.89 કરોડ રૂપિયાની કમાણી કરવામાં સફળતા મેળવી છે. તો બીજી તરફ ફિલ્મની સાથે-સાથે તેના ગીતો પણ સુપરહિટ સાબિત થયા, જેમાંથી એક ગીત 'બેખ્યાલી' આજેપણ લોકો વચ્ચે ખૂબ મશહૂર છે.
આ ગીતને હવે બોલીવુડ એક્ટર આયુષ્માન ખુરાનાએ પોતાનો અવાજ આપ્યો છે. જી હા જિમ દરમિયાન આયુષ્માન ખુરાનાએ 'બેખ્યાલી' ગીતની બે લાઇન ગાઇ, જેને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી આવી રહ્યું છે અને એટલું નક્કી છે કે જો તમે આ વીડિયોને જોઇ લેશો તો તમે ગીતને વારંવાર આયુષ્માનનો અવાજ સાંભળવા માંગશો. તમને જણાવી દઇએ કે કે 'કબીર સિંહ' સાઉથ સુપરસ્ટાર વિજય દેવરકોંડાની હિટ ફિલ્મ 'અર્જુન રેડ્ડી'નું હિંદી રિમેક છે. તેલુગૂમાં આ ફિલ્મને સંદીપ વાંગા રેડ્ડીએ ડાયરેક્ટ કર્યું હતું અને તેને હિંદી રીમેકને પણ તેમણે ડાયરેક્ટ કરી છે. આ ફિલ્મમાં શાહિદ કપૂર અને કિયારા અડવાણી ઉપરાં સોહમ મજૂમદાર, અર્જુન બાજવા, સુરેશ ઓબેરોય, કામિન કૌશલ અને નિકિતા દત્તએ મહત્વપૂર્ણ ભૂમિકામાં છે.
તો બીજી તરફ તાજેતરમાં જ રિલીઝ થયેલી ફિલ્મ 'આર્ટિકલ 15' એ પણ બોક્સ ઓફિસ પર સારો બિઝનેસ કરવામાં સફળતા પ્રાપ્ત કરી છે. આ ફિલ્મ સત્યા ઘટના પર આધારિત છે. તેમાં એક નહી પરંતુ ઘણી સત્ય ઘટનાઓમાં સામેલ કરવામાં આવી છે. નિર્દેશક અનુભવ સિન્હાએ ચાર સત્ય ઘટનાઓ પર રિસર્કહ કર્યું હતું અને આ ફિલ્મની પ્રેરણા તેમને રિસર્ચ દરમિયાન મળી. આ ફિલ્મ એક ઇન્વેસ્ટિગેટિવ ડ્રા છે, જે સત્ય ઘટના પર આધારિત છે.