મુંબઇ: આયુષ્માન ખુરાના હાલમાં બોલીવુડના સૌથી લોકપ્રિય સ્ટાર્સની યાદીમાં છે અને અલગ-અલગ વસ્તુઓને લઇને તે હેડલાઇનમાં છવાયેલા રહે છે. ક્યારેક નેશનલ એવોર્ડને લઇને તો ક્યારેક પોતાની ફિલ્મોમાં અલગ-અલગ શાનદાર પાત્રને લઇને હંમેશા ચર્ચામાં રહે છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

થોડા દિવસો પહેલાં તેમની ફિલ્મ 'અંધાધુન'ની ટીમ નેશનલ એવોર્ડ સન્માનનું સેલિબ્રેશન કર્યું અને હવે જન્માષ્ટ્રી સેલિબ્રેશન. આ અવસર પર આયુષ્માન ખુરાના વડોદરા પહોંચ્યા અને ત્યાં પોતાની ફિલ્મ 'ડીમગર્લ'નું પ્રમોશન કર્યું હતું. આયુષ્માન ખુરાનાએ અહીં દહી-હાંડીનો તહેવાર ઉજવ્યો હતો. આ અવસર પર આયુષ્માને વાઇટ ટી-શર્ટ, બ્લૂ જેકેટ અને ડેનિમમાં જોવા મળ્યા હતા. આયુષ્માન ખુરાને મંચ પર મટકી પણ ફોડી હતી. તે સ્ટેજ પર 'રાધે રાધે' ગીત પર ડાન્સ કરતાં જોવા મળ્યા હતા અને તેમને મંચ પર જોઇને ફેન્સ પણ તેમની સાથે ઝૂમી ઉઠયા હતા. આયુષ્માનની એક ઝલક મેળવવા માટે ફેન્સ ઉત્સુક બની ગયા હતા.  



'ડ્રીમગર્લમાં આયુષ્માન ખુરાના એક નાના શહેરના છોકરાના રોલમાં છે જે અલગ-અલગ મહિલાઓના અવાજમાં વાત કરે છે. ફિલ્મમાં આયુષ્માન ખુરાનાનું પાત્ર કોલ સેંન્ટરમાં જોબ કરનાર છોકરાનું છે, જે ગ્રાહકો સાથે છોકરીના અવાજમાં વાત કરે છે અને તેમની સમસ્યાઓનું સમાધાન કરે છે.  આયુષ્માન ખુરાનાએ પોતાની આગામી ફિલ્મ 'ડ્રીમ ગર્લ'ને મજેદાર કંટેંટ અને એક પેચીદા વિષય સાથે દર્શકોને આતુર કરી દીધા છે. 



આ ફિલ્મમાં અનુ કપૂર, વિજય રાજ, મનોજ સિંહ, નિધિ બિષ્ત, રાજેશ શર્મા, અભિષેક બેનર્જી અને રાજ ભંસાલી પણ જોવા મળી રહ્યા છે. એકતા કપૂર અને શોભા કપૂર નિર્મિત આ ફિલ્મ આગામી મહિને 13 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થઇ રહી છે.