પોતાની ફિલ્મોથી દર્શકોના મનમાં વસી ગયેલા આયુષ્યમાન ખુરાનાએ આ વખતે કઈંક એવું કર્યું કે તેમના ફેન્સ તેની વાહ વાહ કરતા જોવા મળી રહ્યાં છે. આયુષ્યમાને શનિવારે એક ટ્વિટ કરી જે તેના ફેન્સને સ્પર્શી ગઈ. ટ્વિટ કરીને આયુષ્યમાને એક ફોટો શેર કર્યો. કેપ્શનમાં પત્ની તાહિરા કશ્યપનો પહેલો શબ્દ જોવા મળી રહ્યો છે. આ ફોટો શેર કરવાની સાથે આયુષ્યમાને સોશિયલ મીડિયાના પોતાના ચાહકોને જણાવ્યું કે તેણે પણ કડવા ચોથનું વ્રત રાખ્યું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


અત્રે જણાવવાનું કે આયુષ્યમાન ખુરાનાની પત્ની તાહિરા કશ્યપ બીમાર છે. આયુષ્યમાને આ વ્રત ખાસ તેના માટે રાખ્યું હતું. તેની પત્ની તાહિરાની જમણી બ્રેસ્ટમાં કેન્સર કોશિકાઓ વિક્સિત થઈ રહી હતી. ત્યારબાદ મુંબઈની એક હોસ્પિટલમાં તેની સારવાર  થઈ રહી છે. આ જ કારણે તાહિરા કશ્યપે આ વર્ષે કડવા ચોથનું વ્રત નહતું રાખ્યું. પરંતુ આયુષ્યમાને પત્નીની લાંબી ઉંમર માટે કડવા ચોથનું વ્રત રાખ્યું. તસવીર શેર કરતા કેપ્શનમાં લખ્યું કે તે આ વખતે કડવા ચોથનું વ્રત કરી શકતી નથી આથી હું કરીશં.



આયુષ્યમાન ખુરાનાની પત્ની તાહિરા કશ્યપે 22 સપ્ટેમ્બરના રોજ બ્રેસ્ટમાં કેન્સર કોશિકાઓ વિક્સિત થઈ હોવાનો ખુલાસો કર્યો હતો. તેણે સોશિયલ મીડિયામાં એક લાંબી પોસ્ટમાં જણાવ્યું કે મારી જમણી બ્રેસ્ટમાં ડીસીઆઈએસની જાણ થઈ છે. જે કેન્સરનું પહેલું સ્ટેજ હોય છે. આ કેન્સર ફક્ત એક જ બ્રેસ્ટમાં છે. ત્યારબાદ તાહિરા કશ્યપે પોતાની સારવાર કરાવતા મેસ્ટેક્ટોમી કરાવી હતી. 



વર્ષ 2011માં આયુષ્યમાને તાહિરા સાથે લગ્ન કર્યા હતાં. આ બંનેને એક પુત્ર અને એક પુત્રી છે. આયુષ્યમાન ખુરાના અને તાહિરાનો પુત્ર 6 વર્ષ અને  પુત્રી 4 વર્ષની છે. આયુષ્યમાનની હાલમાં જ રિલીઝ થયેલી બંને ફિલ્મો અંધાધૂન અને બધાઈ હો બોક્સ ઓફિસ પર સારો કારોબાર કરી રહી છે.