નવી દિલ્હી: બોલીવુડમાં યંગ જનરેશનના સૌથી સારા કલાકારોમાંથી એક આયુષ્માન ખુરાનાના ફેન્સ માટે વધુ એક ધમાકેદાર ફિલ્મ આવી રહી છે. આયુષ્માન ખુરાનાની અપકમિંગ ફિલ્મ ‘ડ્રિમ ગર્લ’નું ટ્રેલર આજે લોન્ચ થયું છે. ફિલ્મનું ટ્રેલર જોઇ તમારો દિવસ સુધરી જશે તે નક્કી છે, પરંતુ આયુષ્માન ખુરાનાને જોઇને તમે ચોક્કસ કહેશો કે શું એક્ટર છે. ખરેખરમાં આયુષ્માન જ્યારે પણ પરદા પર આવે છે કમાલ કરી દે છે. બે મિનટનું આ ટ્રેલર જોઇને તમે કસમથી આખો દિવસ હસતા રહેશો અને તમારું મન વારંવાર આ ટ્રેલર જોવાનું થશે. જોરદાર ડાયલોગ્સ અને પરફેક્ટ કોમિક ટાઇમિંગ તેમને હસાવી હસાવીને લોટ પોટ કરી દેશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- બધાઇ હો પાર્ટ ટુ માટે તૈયાર રહો, જોર શોરથી ચાલે છે તૈયારીઓ...


ડ્રિમ ગર્લના ટ્રેલરને ફિલ્મના દરેક ટીમ મેમ્બરે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યું છે. ફિલ્મમાં આયુષ્માન ખુરાના એને નુસરત બરુચાની સાથે અનુ કપૂર પણ લીડ રોલમાં જોવા મળી રહ્યાં છે. 7 વર્ષ બાદ ફરી એકવાર અનુ કપૂર અને આયુષ્માન ખુરાના દર્શકોને હસાવવા માટે પૂરી તૈયારીઓ સાથે આવ્યા છે.


બોલીવુડના અન્ય સમાચાર વાંચવા માટે અહી ંક્લિક કરો...