નવી દિલ્હીઃ નેશનલ એવોર્ડ વિજેતા અભિનેતા આયુષ્માન ખુરાનાને આ સમયે બોલીવુડના સૌથી ટેલેન્ટેડ અભિનેતામાંથી એક માનવામાં આવે છે. તેમની ફિલ્મ સૌથી અલગ વિષય પર હોય છે અને તે સતત બોક્સ ઓફિસ પર સુપરહિટ ફિલ્મ આપી રહ્યો છે. આ સમયે આયુષ્માન પોતાની આવનારી ફિલ્મ 'શુભ મંગલ જ્યાદા સાવધાન'ની રિલીઝની રાહ જોઈ રહ્યો છે. આ ફિલ્મ હોમોસેક્શુએલિટી પર આધારીત છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાલમાં ફિલ્મ અને હોમોસેક્શુએલિટી વિશે વાત કરતા આયુષ્માને કહ્યું, 'મારો જન્મ એક નાના શહેરમાં થયો અને મોટો થવા સુધી મને 'ગે સેક્સ' (હોમોસેક્શુએલિટી) વિશે સંપૂર્ણ જાણકારી અને સમજણ નહતી. જેમ-જેમ મોટો થયો તો આ વિશે મારા વિચારો બદલવા લાગ્યા. LGBTQ સમુદાય વિશે ધીમે-ધીમે મારી દ્રષ્ટિમાં પરિવર્તન આવ્યું. મને લાગ્યું કે સમાજમાં તેને ખોટી રીતે જોવામાં આવે છે. આ વાત મને ખરાબ લાગતી હતી, તેથી મેં આ વિષય પર ફિલ્મ કરવાનો નિર્ણય લીધો જેથી સમાજને આ વિશે યોગ્ય સંદેશ આપી શકાય.'


આયુષ્માને કહ્યું, 'જ્યારે કોર્ટે આઈસીસીની કલમ 377ને રદ્દ કરી તો મને ઘણી ખુશી થઈ હતી. બધા લોકો એક જેવા જન્મે છે બધાની સાથે સમાન વ્યવહાર પણ કરવો જોઈએ. એક આઝાદ દેશમાં કોણ કોને પ્રેમ કરે છે, તેની પસંદ શું છે, આ વિશે ક્યારેય સવાલ ન કરવા જોઈએ. પરંતુ તે દુખની વાત છે કે આમ થતું નથી. અમારી આ ફિલ્મ ભારતીય માતા-પિતાને પણ સંદેશો આપે છે.'


Tanhaji: 100 કરોડની ક્લબમાં સામેલ થઈ અજય દેવગનની ફિલ્મ


શુભ મંગલ જ્યાદા સાવધાન આયુષ્માન ખુરાનાની સાથે જીતેન્દ્ર કુમાર, ગજરાજ રાવ અને નીના ગુપ્તા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. હિતેશ કેવલ્યના ડાયરેક્શનમાં બનેલી આ ફિલ્મ 21 ફેબ્રુઆરીએ રિલીઝ થવા જઈ રહી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube