નવી દિલ્હી : કેઆરકે (KRK)ના નામથી લોકપ્રિય બોલિવૂડ એક્ટર કમાલ રાશિદ ખાન (Kamaal Rashid Khan) પોતાના વિવાદીત ટ્વીટને કારણે હંમેશા ચર્ચાાં છવાયેલો રહે છે. હાલમાં તેણે એક રાજકીય મામલે ટ્વીટ કર્યું છે અને એ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યું છે. લોકો આ ટ્વીટને રિટ્વીટ કરી રહ્યા છે. હકીકતમાં કેઆરકેએ પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર ટ્વીટ કરીને સમાજવાદી પાર્ટીના નેતા અને રામપુરના સાંસદ આઝમ ખાનને ટાર્ગેટ કર્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આઝમ ખાને એક ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતું કે ''મુસ્લિમો 1947 પછી પણ સજા ભોગવી રહ્યા છે. જો મુસ્લિમો પાકિસ્તાન ચાલ્યા જાત તો તેમને આ સજા ન મળતી. અહીંયા રહ્યા છે એટલે સજા તો ભોગવવી પડશે.'' આઝમ ખાનના આ નિવેદન પર કેઆરકે ભડકી ગયો છે અને તેણે એક કરતા વધારે ટ્વીટ કરીને જડબાતોડ જવાબ આપ્યો છે. કેઆરકેએ ટ્વીટ કરીને કહ્યું છે કે જો આઝમ ખાનને ભાગલા વખતે પાકિસ્તાન ન જવાનું દુખ હોય તો હજી પણ તેઓ જઈ શકે છે. હું આઝમ ખાનના આખા પરિવારને બિઝનેસ ક્લાસની ટિકિટ આપવા માટે તૈયાર છું. ભારતને આવા ઢોંગી લોકોની જરૂર નથી. 


[[{"fid":"225375","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


આઝમ ખાને પોતાની વાત કરતા કહ્યું હતું કે અમારા પૂર્વજો અહીંથી પાકિસ્તાન ન ગયા કારણ કે આ દેશને તેમણે પોતાનું વતન માની લીધું હતું. મુસ્લિમો કેમ ન ગયા પાકિસ્તાન એવો સવાલ જાગે તો પૂછો મૌલાના અબુલ કલામ આઝાદ, પંડિત જવાહરલાલ નહેરુ અને સરદાર વલ્લભભાઇ પટેલને જેમણે મુસ્લિમોને ઘી કેળાં દેખાડ્યાં હતાં. મોટા મોટા વાયદા કર્યા હતા. આજે મુસ્લિમો દેશમાં કોઇ ઠેકાણે સુરક્ષિત નથી.


નોંધનીય છે કે આઝમ ખાનના નિવેદનની ભારે નિંદા થઈ રહી છે પણ કેઆરકેએ જે અંદાજમાં આઝમ ખાનને જવાબ આપ્યો છે એનું લોકો ભારે સમર્થન કરી રહ્યા છે. લોકો આ મામલે કેઆરકેને ટેકો આપી રહ્યા છે. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...