કેવી છે આજે રિલીઝ થયેલી બાગી 3? જાણવા કરો ક્લિક...
આજે અહમદ ખાન દ્વારા નિર્દેશિત ફિલ્મ બાગી-3 રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં ટાઇગર શ્રોફ અને શ્રદ્ધા કપૂર સિવાય અભિનેતા રિતેશ દેશમુખ, અંકિતા લોખંડે, ચંકી પાંડે, જેકી શ્રોફ, આશુતોષ રાણા અને મનોજ તિવારી પણ મહત્વના રોલમાં જોવા મળી રહ્યાં છે.
મુંબઈ : આજે અહમદ ખાન દ્વારા નિર્દેશિત ફિલ્મ બાગી-3 રિલીઝ થઈ છે. આ ફિલ્મમાં ટાઇગર શ્રોફ અને શ્રદ્ધા કપૂર સિવાય અભિનેતા રિતેશ દેશમુખ, અંકિતા લોખંડે, ચંકી પાંડે, જેકી શ્રોફ, આશુતોષ રાણા અને મનોજ તિવારી પણ મહત્વના રોલમાં જોવા મળી રહ્યાં છે. આ ફિલ્મને જોયા બાદ એક યુઝરે લખ્યુ કે, બાગી 3 ફિલ્મ ખરેખર એક માઇન્ડબ્લોઇંગ ફિલ્મ છે, રોમાન્સ અને ઇમોશનલના બ્લેંડની સાથે હાઇવોલ્ટેજ એક્શન ફિલ્મ. ટાઇગર શ્રોફ દરેક સીનમાં ધમાકેદાર લાગી રહ્યાં છે. હાલ ટાઈગર શ્રોફ બોલિવુડમાં સૌથી વધુ કમાણી કરતો એક્શન સ્ટાર બની ગયો છે અને તેણે ફિલ્મમાં પણ જબરદસ્ત એક્શન સીન્સ કર્યા છે. તેની પર્ફેક્ટ બોડી અને દમદાર એટિટ્યૂડથી દરેક એક્શન એકદમ વાસ્તવિક લાગે છે. જો કે, દર્શકોને એક્શનની સાથે તેના કેટલાક ઈમોશનલ અને કોમેડી સીન પણ જોવા મળશે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube