Pushpa 2 Online Leak:  આજે એટલે કે 5મી ડિસેમ્બરે અલ્લુ અર્જુન (Allu Arjun) અને રશ્મિકા મંદન્ના અભિનીત પુષ્પા 2: ધ રૂલ (Pushpa 2: The Rule)  રિલીઝ થઈ છે. 2021ની બ્લોકબસ્ટર પુષ્પા: ધ રાઇઝની સિક્વલ પ્રેક્ષકોને પુષ્પા રાજની રોમાંચક દુનિયામાં લઈ જશે, જે એક કૂલીમાંથી લાલ ચંદનનાં દાણચોરીના ધંધાનો રાજા બની જાય છે. પુષ્પા રાજના રોલ માટે નેશનલ એવોર્ડ જીતનાર અલ્લુ અર્જુન આ વખતે પણ શાનદાર પરફોર્મન્સ આપવા જઈ રહ્યો છે. રશ્મિકા મંદાન્ના પણ પુષ્પાની પત્ની શ્રીવલ્લીના રોલમાં વાપસી કરી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સવારે 8 વાગ્યા સુધી 21 કરોડ રૂપિયાની કમાણી કરી છે
આ ફિલ્મ પહેલી ફિલ્મ રિલીઝ થયાના ત્રણ વર્ષ પછી મોટા પડદા પર આવી છે. આવી સ્થિતિમાં આ ફિલ્મનું પણ ધામધૂમથી સ્વાગત કરવામાં આવી રહ્યું છે. થિયેટરથી લઈને સોશિયલ મીડિયા પર લોકો આ ફિલ્મ વિશે ચર્ચા કરી રહ્યા છે. બોક્સ ઓફિસ રિપોર્ટ પ્લેટફોર્મ Sacnilk અનુસાર, ફિલ્મે સવારે 8 વાગ્યા સુધી 21.04 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. આશા છે કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરશે.


Pushpa 2 leaks online
ફિલ્મ ‘પુષ્પા 2: ધ રૂલ’ પાયરસીનો શિકાર બની છે. આ ફિલ્મ ઘણી પાઈરેસી વેબસાઈટ પર લીક થઈ ગઈ છે. આ ફિલ્મ Ibomma, Movierulz, Tamilrockers, Filmyzilla, TamilYogi, Tamilblasters, Bolly4u, Jaisha Moviez, 9xmovies અને Moviesda જેવી જગ્યાઓ પર જોવા મળી રહી હોવાના દાવા થઈ રહ્યાં છે.


બંગાળી ભાષામાં રિલીઝ થનારી પ્રથમ પાન ઈન્ડિયા ફિલ્મ
તમને જણાવી દઈએ કે, આ ફિલ્મ તમિલ, તેલુગુ, હિન્દી, કન્નડ, બંગાળી અને મલયાલમ ભાષાઓમાં રિલીઝ થઈ છે. આ પહેલી પાન ઈન્ડિયા ફિલ્મ છે, જે બંગાળી ભાષામાં પણ રિલીઝ થઈ રહી છે. તે સ્ટાન્ડર્ડ, 3D, IMAX, 4DX અને D-BOX ફોર્મેટમાં રિલીઝ કરવામાં આવી છે.