Vashu Bhagnani: ફિલ્મ નિર્માતા વાસુ ભગનાની છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. આ ચર્ચા એટલા માટે છે કે તેમની કંપની પૂજા એન્ટરટેનમેન્ટે ક્રૂ મેમ્બર્સ અને ફિલ્મ કલાકારોને પૈસા ચૂકવ્યા નથી. રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે વાસુ ભગનાનીના પ્રોડક્શન હાઉસ પૂજા એન્ટરટેનમેન્ટ એ તેની ફિલ્મના ક્રુ મેમ્બર્સને જ નહીં પરંતુ તેની ફિલ્મ બડે મિયા છોટે મિયાના કલાકારો એટલે કે સોનાક્ષી સિંહા, ટાઈગર શ્રોફ, માનુષી છિલ્લર સહિતના કલાકારોને પણ પૈસા ચૂકવ્યા નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: OTT Releases: જુલાઈ મહિનામાં કઈ કઈ ફિલ્મો અને સીરીઝ જોઈ શકશો ઘર બેઠા જાણી લો ફટાફટ


એક રિપોર્ટ અનુસાર પૂજા એન્ટરટેનમેન્ટ તરફથી હજુ સુધી ફિલ્મ બડે મિયા છોટે મિયાંના ક્રુ મેમ્બર્સ અને કલાકારોને પૈસા ચૂકવવામાં આવ્યા નથી. રિપોર્ટ્સ અનુસાર ટાઇગર શ્રોફ, સોનાક્ષી સિંહા, માનુષી છિલ્લર સહિતના કલાકારોને પણ હજુ સુધી તેની ફિલ્મના પૈસા મળ્યા નથી. મહત્વનું છે કે આ ફિલ્મ આ વર્ષની શરુઆતમાં રિલીઝ થઈ હતી અને એપ્રિલમાં સિનેમાઘરોમાંથી ઉતરી ગઈ હતી. પરંતુ હજી સુધી ફિલ્મના ક્રૂ મેમ્બર્સને કે કલાકારોને પૈસા મળ્યો નથી. 


આ પણ વાંચો: Breast Cancer: હિના ખાન જ નહીં બોલીવુડની આ અભિનેત્રીઓ પણ બની છે બ્રેસ્ટ કેન્સરનો ભોગ


રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ટાઈગર શ્રોફને ફિલ્મ માટેની તેની ફી હજુ સુધી ચૂકવવામાં આવી નથી. જોકે તેણે ફિલ્મ બડે મિયા છોટે મિયાને લઈને ચુપ્પી સાધી રાખી છે. અત્યાર સુધી વાત એવી જ હતી કે ફિલ્મના દિગ્ગજ કલાકારોને જ ફી નથી મળી પરંતુ તાજેતરમાં ખુલાસો એ વાતનો પણ થયો છે કે બડે મિયા છોટે મિયા ફિલ્મના ક્રુ મેમ્બર્સ અને સપોર્ટ સ્ટાફને પણ પૈસા ચૂકવવામાં આવ્યા નથી. હવે તેઓ ઈચ્છે છે કે પ્રોડક્શન હાઉસ ઝડપથી તેમને પૈસા ચૂકવી આપે. 


આ પણ વાંચો: Hina Khan: જાણીતી અભિનેત્રી હિના ખાનને થયું બ્રેસ્ટ કેન્સર, ત્રીજા સ્ટેજમાં બીમારી


વાસુ ભગનાનીની કંપની પૂજા એન્ટરટેનમેન્ટ પર હાલના સમયમાં 65 લાખ રૂપિયાથી વધારેનું ચુકવણું બાકી બોલે છે. ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઇન્ડિયા સિને એમ્પ્લોયઝના અધ્યક્ષ બી એન તિવારીએ પીટીઆઈને આ અંગે જણાવ્યું હતું કે ફિલ્મ નિર્માતા વાસુ ભગનાનીએ હજુ સુધી મિશન રાનીગંજ, ગણપત અને બડે મિયા છોટે મિયામાં કામ કરનાર ક્રૂ મેમ્બર્સને પણ પૈસા ચૂકવ્યા નથી.