ચૂંટણી પંચ સામે બપ્પી દાએ બતાવ્યુ હતું એટલુ બધુ સોનુ કે, અધિકારીઓ પણ જોતા રહી ગયા
બોલિવુડના ફેમસ સિંગર અને સંગીતકાર બપ્પી લહેરીને સોનાના પ્રતિ એટલો પ્રેમ હતો કે તે કોઈનાથી છુપાયો ન હતો. એકવાર અભિનેતા રાજકુમારે તેમના આ ગોલ્ડ પ્રેમને લઈને કંઈક એવુ કહ્યુ હતુ કે, તેઓ હસવા ઉપરાંત બીજુ કોઈ રિએક્શન આપી શક્યા ન હતા.
ઝી મીડિયા/બ્યૂરો :બોલિવુડના ફેમસ સિંગર અને સંગીતકાર બપ્પી લહેરીનુ આજે નિધન થયુ છે. 69 વર્ષના બપ્પી દાએ મુંબઈની હોસ્પિટલમા અંતિમ શ્વાસ લીધા છે. બપ્પી દાએ 80-90 ના દાયકામાં અનેક ફિલ્મોમા બ્લોકબ્લસ્ટર ગીતો આપ્યા હતા. તેમણે બોલિવુડમા એક અલગ ઓળખ બનાવી હતી. બપ્પી દા મ્યૂઝિકની સાથે સાથે પોતાના અંદાજ માટે પણ પ્રખ્યાત હતા. તેમને સોનાના પ્રતિ એટલો પ્રેમ હતો કે તે કોઈનાથી છુપાયો ન હતો. એકવાર અભિનેતા રાજકુમારે તેમના આ ગોલ્ડ પ્રેમને લઈને કંઈક એવુ કહ્યુ હતુ કે, તેઓ હસવા ઉપરાંત બીજુ કોઈ રિએક્શન આપી શક્યા ન હતા.
પાર્ટીમા બની હતી ઘટના
વાત એક પાર્ટીની છે, જેમાં બપ્પી લહેરી અને રાજકુમાર બંને હાજર હતા. પોતાની આદતથી મજબૂર બપ્પી દા સોનાના ઢગલાબંધ દાગીના પહેરીને પાર્ટીમાં પહોંચ્યા હતા. ઉપરથી નીચે સુધી તેમને સોનાના દાગીનામાં સજ્જ જોઈને રાજકુમાર પોતાને કોમેન્ટ કરવાથી રોકી શક્યા ન હતા. તેમણે કહ્યુ કે, શાનદાર, તમે તો એક-એક સોનાના દાગીના પહેર્યા છે. બસ મંગળસૂત્રની જ કમી છે. એ પણ પહેરી લેત તો સારા લાગતા. આ સાંભળીને બપ્પી દા શરમાઈ ગયા હતા અને હસીને વાતને ટાળી નાંખી હતી. આમ પણ રાજકુમારની સામે બોલવાની હિંમત બહુ જ ઓછા લોકો કરી શક્તા હતા.
સંગીતની દુનિયાનો વધુ એક સિતારો ખરી પડ્યો, સિંગર બપ્પી લહેરીનુ નિધન
લોકસભાની ચૂંટણી લડ્યા હતા બપ્પી દા
2014 માં બપ્પી દા લોકસભાની ચૂંટણી પણ લડ્યા હતા. ચૂંટણી પક્ષની સામે આપેલ અરજીમા તેમણે પોતાના સોના-ચાંદીના દાગીનાની માહિતી આપી હતી. તેમણે કહ્યુ હતું કે, તેમની પાસે 754 ગ્રામ સોનુ અને 4.62 કિલો ચાંદી છે. અરજીમા તેમના પત્ની ચિત્રાણી લાહિડીના દાગીનાનો પણ ઉલ્લેખ હતો. ચિત્રાણી પાસે 967 ગ્રામ સોનુ અને 8.9 કિલો ચાંદી હતું.
આ પણ વાંચો : બપ્પી લહેરી કેમ પહેરતા હતા આટલું બધુ સોનું? અંદરની વાત જાણીને તમને પણ થશે અચરજ
આટલુ સોનુ કેમ પહેરતા
એક ઈન્ટરવ્યૂમાં બપ્પી દાને સવાલ પૂછવામાં આવ્યો હતો કે, તમે આટલું બધુ સોનું કેમ પહેરો છો? ત્યારે હસતા હસતા તેમણે જવાબ આપ્યો હતોકે, એની પાછળ એક ખાસ કારણ છે. બપ્પી લહેરીએ જણાવ્યું હતું કે, તેઓ એક કાર્યક્રમમાં હતા જ્યાં તેમણે જોયુંકે, હોલીવુડની એલવીસ પ્રેસ્લીએ સોનાની ચેન પહેરી હતી. તે મને ખુબ જ પસંદ આવી ગઈ. આ દરમિયાન મેં પણ વિચાર્યું કે એક દિવસ હું પણ મારા જીવનમાં સફળ થઈ. અને જ્યારે હું મારા જીવનમાં કંઈક બની જઈશ, કંઈક સફળતા હાંસલ કરી લઈશ કોઈક મુકામ પર પહોંચી જઈશ ત્યારે હું પણ આ જ રીતે સોનું પહેરીશ. અને મારી પોતાની એક અલગ સ્ટાઈલ એક અલગ અંદાજ બનાવીશ. અને મેં આગળ જતા એવું જ કર્યું. બસ પછી તો મેં સોનું પહેરવાનું શરૂ કર્યું અને એની માત્રામાં સતત વધારો થતો રહ્યો. સોનું મારા માટે ખુબ જ લકી સાબિત થયું.