નવી દિલ્હી: લોકપ્રિય ટેલિવિઝન શો 'કુમકુમ ભાગ્ય' (Kumkum Bhagya) એ બે કલાકારોએ રિયલ લાઇફમાં એકબીજાનો હાથ પકડી લીધો છે. શોમાં આર્યન ખન્નાની ભૂમિકા ભજવવા માટે જાણિતા 'બિગ બોસ ઓટીટી' (Bigg Boss OTT) કંટેસ્ટેંટ જીશાન ખાન  (Zeeshan Khan) અને તે શોની તેમની કો-સ્ટાર રેહના પંડિત (Reyhna Pandit) એ આખરે પોતાના સંબંધની ઓફિશિયલ જાહેરાત કરી દીધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લિપલોકવાળો ફોટો વાયરલ
થોડા સમયથી જીશાન ખાન (Zeeshan Khan) અને રેહના પંડિત (Reyhna Pandit) ના ડેટિંગની અફવાઓ સામે આવી રહી હતી. પરંતુ આ બધા પુરાવાનો સાચા સાબિત કરતાં બુધ્વારે જીશાને સોશિયલ મીડિયા પર પોતાની લેડી લવ સાથે લિપલોક વાળો એક ફોટો શેર કરી સનસની મચાવી દીધી છે. ફોટામાં બંને ખૂબ રોમેન્ટિક અંદાજમાં જોવા મળી રહ્યા છે. જુઓ આ તસવીરો....

BANK ની ખાસ સ્કીમ! કોવિડમાં બંધ થઇ ગયેલા બિઝનેસને ચપટી વગાડતાં જ મળશે 10 કરોડ રૂપિયા સુધીનો ફાયદો


પોસ્ટમાં કરી પ્રેમની જાહેરાત
જીશાન ખાને આ ફોટાની સાથે એક લાંબી નોટ લખતાં પ્રેમની જાહેરાત કરી છે. તેમણે લખ્યું કે 'મારી સારી મિત્રથી માંડીને મારા જીવનનો પ્રેમ હોવાના નાતે, મારી ખુશી અને મારા મનની શાંતિ થવા માટે ! તમે તે બધુ છો જે મેં કામના કરી... અને વધુ! એક પળ હું તમારી સાથે વિતાવવા માંગુ છું, તમારી હાજરીમાં હું જે પણ શ્વાસ લઉ છું તે મારા દિલને એક પ્રેમથી તરબોળ કરી દે છે. અને હાં મને ખબર છે કે એવા લોકો છે જે શંકા ધરાવે છે અને અનુભવે છે કે આ પ્રકારનો પ્રેમ ખરેખર ન થઇ શકે, પરંતુ લોકો સામાન્ય પર તેમના પર વિશ્વાસ કરતા નથી જે તેમને લાગે છે કે તેમની પાસે ન હોઇ શકે! અને હું ઇચ્છું છું કે દરેક આપણા આ પ્રેમને અનુભવે છે, કારણ કે ઘણું જાદુઇ છે એક કહાનીથી કમ નથી!  'તમે મારા છો અને આ આખી દુનિયાને જણાવો, દરેકને કહો તમે મારી છો! આઇ લવ યૂ બેબી!'. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube