કોલકત્તાઃ ભારતીય ક્રિકેટના લેજેન્ડ સૌરવ ગાંગુલી (Sourav Ganguly) ના ફેન્સ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. ગુરૂવારે લવ ફિલ્મ્સ  (Luv Films) એ સૌરવ પર એક બાયોપિક ફિલ્મની જાહેરાત કરી છે. લવ ફિલ્મ્સના સોશિયલ મીડિયા પર આ વાતની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. દાદાએ પણ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ માહિતી આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દાદાના નામથી ફેમસ છે સૌરવ
મહત્વનું છે કે સૌરવ ગાંગુલી, જેને દાદાના નામથી પણ ઓળખવામાં આવે છે, નિર્વિદાદ રૂપથી ભારતના સૌથી સફળ અને વિવાદાસ્પદ ક્રિકેટ કેપ્ટનોમાંથી એક રહ્યા છે. બધાના દિલમાં તેમના માટે એક ખાસ જગ્યા છે, તેવામાં સૌરવની કહાનીને મોટા પડદા પર જોવી ફેન્સ માટે એક ટ્રીટ હશે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube