નવી દિલ્હી: બોલીવુડમાં ‘ખિલાડી’ના નામથી જાણીતા અક્ષય કુમારની આજે (રવિવાર) 51મો જન્મદિવસ છે. આજના દિવસે અક્ષય 9 સપ્ટેમબર 1967માં પંજાબના અમૃતસરમાં જન્મ થયો હતો અને તેનું સાચુ નામ રાજીવ હીર ઓમ ભાટિયા છે. બોલીવુડમાં આવ્યા પછી અક્ષયે તેનું નામ બદલી નાખ્યું હતું. અક્ષયે 1991માં ફિલ્મ ‘સૌગંધ’થી બોલીવુડમાં પોતાના કરિયરની શરૂઆત કરી હતી. જોકે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ચાલી ન હતી. પરંતુ અક્ષય ત્યારથી લઇ અત્યાર સુધી ફિલ્મ જગતમાં ‘ખિલાડી’ અને ‘એક્શન’ હિરો તરેક જાણીતા છે. અક્ષય દર વર્ષે 3-4 ફિલ્મ કરે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


અક્ષય કુમારનું નામ ખિલાડી કેમ પડ્યું?
તમને જણાવી દઇએ કે, અક્ષયની પ્રથમ હિટ ફિલ્મ ‘ખિલાડી’ 1992માં રિલીઝ થઈ હતી. જે બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઇ હતી. ત્યારબાદ ‘ખિલાડી’ નામ સાથે જોડાયેલી દરેક ફિલ્મોએ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી હતી. અક્ષયે આ 5 ફિલ્મો ‘ખિલાડી’, ‘સબસે બડા ખિલાડી’, ‘મેં ખિલાડી તુ અનાડી’, ‘ખિલાડિયો કે ખિલાડી’ અને ‘મિસ્ટર્ટર એન્ડ મિસીસ ખિલાડી’ છે. આ કારણે અક્ષય કુમારનું નામ ખિલાડી પડ્યું છે. જોકે અક્ષય કુમારે રોમાંટિક, એક્શન અને કોમેડી ફિલ્મોમાં પણ સારૂ પ્રદર્શન કર્યું છે. અક્ષયે અત્યાર સુધીમાં જેટલી ફિલ્મોમાં કામ કર્યું છે તે દરેક ફિલ્મોથી પ્રેક્ષકોને કઇંક નવુ જ શીખવાડ્યું છે.






જણાવી દઇએ કે, અક્ષયે આ વર્ષે 2018માં એકથી એક ચડીયાતી ફિલ્મો આપી છે. જેમાં ફિલ્મ ‘પેડમેન’, ‘ગોલ્ડ’ અને આ વર્ષની છેલ્લી ફિલ્મ, ‘2.0’માં ટુંક સમયમાં જોલા મળવાનો છે. આ ફિલ્મમાં અક્ષયની સાથે રજનીકાંત અને એમી જેક્સન મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મને એશ શંકર દ્વારા નિર્દેશિત કરવામાં આવી રહ્યું છે. આ ફિલ્મ વર્ષના અંતે 29 નવેમ્બરે રિલીઝ થવાની છે.