એક સમયે પાડોશીઓએ આપેલાં વાસી ભાત ખાતી છોકરીની ન્યૂડ તસવીરો આજે લાખોમાં વેચાય છે!
Nikita Gokhale Bold Photos: નિકિતાએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તે અત્યંત ગરીબ પરિવારમાંથી આવે છે. તેની પાસે સારું રહેવાનું ઘર ન હતું. વરસાદમાં ઘરની અંદર પાણી ઘૂસી જતું હતું. રોજ જેમ-તેમ ખાવાની વ્યવસ્થા કરતી હતી. તેણે કહ્યું કે નાગપુરમાં ગરીબ લોકો જંગલના લાકડાં વેચીને પોતાનું જીવન પસાર કરતી હતી.
Nikita Gokhale Bold Photos: નાગપુરના એક ગામના સામાન્ય પરિવારમાંથી આવે છે નિકિતા ગોખલે. જેના હુસ્નનો જાદુ દુનિયાભરમાં પથરાઈ ચુક્યો છે. પ્લેબોય મેગેઝીન માટે પણ તેની પસંદગી થઈ ચુકી છે. નિકિતા ગોખલે આજે કોઈ ઓળખની મોહતાજ નથી. ગરીબ ઘરમાં ઉછરેલી આ મોડલ દેશમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ પોતાની નમણી કાયાનો ડંકો વગાડી ચૂકી છે. નિકિતા એક પ્રોફેશનલ આર્ટ ન્યૂડ મોડલ છે અને જાણીતા પ્લેબોય મેગેઝીનમાં પણ પોતાની જગ્યા બનાવી ચૂકી છે.
પરંતુ તેનું બાળપણ અત્યંત ગરીબીમાં પસાર થયું છે. એક સમય એવો પણ હતો જ્યારે ગરીબીના સમયમાં તેના ઘરમાં પાણી ઘૂસી જતું હતું. આજે સમય એવો આવ્યો છેકે, તે વિદેશમાં બની દઈ છે ફેમસ ન્યૂડ મોડલ. નિકિતા ગોખલે પિતાને દારૂ પીવાની ટેવ હતી અને દરરોજ તેના પરિવારને ભોજન માટે સંઘર્ષ કરવો પડતો હતો. નિકિતા નાગપુરના એક નાનકડા ગામ તુમસરથી આવે છે. પરંતુ આજે તે ઈન્ટરનેશનલ લેવલ પર પોતાની ઓળખ બનાવી ચૂકી છે. આજે અમે તમને તેના સંઘર્ષની કહાની જણાવવા જઈ રહ્યા છીએ. ઈન્સ્ટાગ્રામ, ગૂગલ, ફેસબુક સહિતના સોશિયલ મીડિયા પર તમને નિકિતાની એકથી એક હોટ તસવીરો જોવા મળશે.
ઘરમાં ઘૂસી જતું હતું પાણી:
નિકિતાએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તે અત્યંત ગરીબ પરિવારમાંથી આવે છે. તેની પાસે સારું રહેવાનું ઘર ન હતું. વરસાદમાં ઘરની અંદર પાણી ઘૂસી જતું હતું. રોજ જેમ-તેમ ખાવાની વ્યવસ્થા કરતી હતી. તેણે કહ્યું કે નાગપુરમાં ગરીબ લોકો જંગલના લાકડાં વેચીને પોતાનું જીવન પસાર કરતી હતી. તેને એક લાકડીના ભારા માટે પાંચ રૂપિયા મળતાં હતા. તેનાથી ઘરનું ભરણપોષણ થઈ શકતું ન હતું. અમારા ઘરનું ભાડું 80 રૂપિયા હતું. ઘર પણ એવું હતું કે વરસાદની અંદર પાણી ઘૂસી જતું હતું. અમારા ઘરે લાકડાના ચૂલા પર ખાવાનું બનતું હતું. પિતાને દારૂ પીવાની ટેવ હતી. તે જે કમાતા હતા તેના અડધા પૈસા દારૂમાં ઉડાડી દેતા હતા.
પાડોશીઓએ આપેલાં વાસી ભાત ખાઈને જીવન પસાર કર્યું:
નિકિતાએ જણાવ્યું કે તે કેરી વેચીને ખાવાની વ્યવસ્થા કરતી હતી. નનામી નીકળે ત્યારે લોકો પૈસા ફેંકતા હતા તે પૈસાને હું ઉઠાવી લેતી હતી. અને તેનાથી સાંજે જમવાની વ્યવસ્થા કરતી હતી. 15 વર્ષની ઉંમરમાં ઝાડ પરથી પડેલી કેરીઓને બજારમાં 2 રૂપિયે કિલો વેચતી હતી. તેનાથી અમારા રાતના ખાવાની વ્યવસ્થા થઈ જતી હતી. અમારી સ્થિતિ એવી હતી કે પાડોશી રાતના વધેલા ભાત અમને આપી દેતા હતા ને મા તેને ધોઈને તેમાં મીઠું-મરચું નાંખીને અમને ખવડાવતી હતી. અમે લોકો આ રીતે મોટા થયા છીએ.
સ્ટોક માર્કેટમાં કામમાં થયું મોટું નુકસાન:
તેણે કહ્યું કે 12માં ધોરણમાં ભણતી હતી ત્યારે મેં નિર્ણય કર્યો કે હું સીએ બનીશ. હું ભણવામાં સારી હતી પરંતુ સ્કૂલમાં મારા રંગને લઈને મને ચીડવવામાં આવતી હતી. એક વાર ઘરમાં મારા લગ્નને લઈને વાત થવા લાગી, હું વિચારતી હતી કે હવે હું મારા સપનાને પૂરા નહીં કરી શકું. એટલે હું ઘર છોડીને નાગપુર આવી ગઈ. મેં ત્યાં પોતાની માસીના ઘરે રહીને કામ શોધવાનું શરૂ કર્યું. ત્યારે મને માર્કેટિંગનું કામ કર્યું જેમાં મારે કેટલાંક કાર્ડ્સ વેચવાના હતા. તેના કમિશન તરીકે મને કેટલાંક પૈસા મળતાં હતા. મેં સીએનું કોચિંગ પણ શરૂ કરી દીધું. ધીમે-ધીમે એકાઉન્ટનું કામ પણ કરવા લાગી. સ્ટોકનું કામ પણ શીખી લીધું. નાગપુરથી ચંડીગઢ આવી ગઈ અને ત્યાં એક કંપનીમાં સ્ટોક માર્કેટિંગનું કામ કરવા લાગી. સારી એવી કમાણી પણ થવા લાગી. તેની વચ્ચે ઘર અને કાર પણ ખરીદી લીધી. બધું બરાબર ચાલી રહ્યું હતું ત્યારે માર્કેટ ડાઉન થઈ ગયું અને તેમાં બહુ મોટું નુકસાન થયું. તેની સાત વર્ષની મહેનત બેકાર થઈ ગઈ.
આવી રીતે પલટ્યું નિકિતાનું નસીબ:
ઈન્ટરવ્યૂમાં નિકિતાએ જણાવ્યું કે જ્યારે તેનું કામ બંધ થવાના આરે પહોંચ્યું ત્યારે ફેસબુક પર તેની બેંગકોકની એક મોડલ સાથે વાત થઈ. તેણે કહ્યું કે મોડલે મને મેસેજ કરી જણાવ્યું કે યૂકેનો એક ફોટોગ્રાફર છે, જે ન્યૂડ ફોટોશૂટ માટે ડસ્કી કલરની મોડલ શોધી રહ્યો છે. તેણે કહ્યું કે તે કેમ આ કામ કરતી નથી. મેં પૂછ્યું કે કેટલાં પૈસા મળશે. તો તેણે જણાવ્યું કે એક દિવસના 4થી 4.5 લાખ રૂપિયા મળશે. મેં હા કરી દીધી. ફોટોગ્રાફરે મારા ફોટો ખેંચ્યા અને સાંજ સુધી મારા ખાતામાં સાડા 4 લાખ રૂપિયા આવી ગયા. જ્યારે મેં પહેલીવાર ન્યૂડ થઈને ફોટો ક્લિક કરાવ્યા તો મને કંઈ પણ ખરાબ લાગ્યું નહીં. તેના પછી પ્લેબોય મેગેઝીન માટે સિલેક્ટ થઈ ગઈ. મને આ કામ પસંદ આવી ગયું અને વિચાર્યું કે હવે મારે આ જ કરવું છે. જોકે તેના પછી કેટલાંક વર્ષો સુધી કોઈ કામ મળ્યું નહીં. વર્ષ 2015માં હું એડમને મળી. જે લંડનની એક એડ એજન્સીમાં કામ કરતો હતો. તેણે યૂકેની એક મોડલિંગ એજન્સી સાથે મારો કોન્ટેક્ટ કરાવ્યો. ત્યાંથી મારી ક્લાસિકલ આર્ટ ન્યૂડ વાળી જર્ની શરૂ થઈ. તેના પછી મેં ક્યારેય પાછળ વળીને જોયું નથી.
વિદેશમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું:
ઉલ્લેખનીય છે કે નિકિતા 2015માં મિસ ઈન્ડિયા બિકિની, મિસ વર્લ્ડ બિકિની, મિસ ક્યૂટ વર્લ્ડ બિકિની, 2016માં જર્મનીમાં મિસ ગ્લેમરસ ફેસ વર્લ્ડનો એવોર્ડ જીતી ચૂકી છે. તે સિવાય તેણે 2016માં મિસ યૂરોપિયન ટૂરિઝમ માલ્ટામાં ઈન્ડિયાને રિપ્રેઝન્ટ કર્યું હતું. આજે જે જાણીતી ન્યૂડ આર્ટ મોડલ છે. નિકિતાનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ તેના બોલ્ડ ફોટોસથી ભરેલું છે.