સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે જ્યાં લોકો પોતાના વિચારો ખુલીને પોતાના ફેન્સ સમક્ષ રજૂ  કરે છે. એવી અનેક હસ્તીઓ છે જે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક્ટિવ રહીને ફેન્સનું ધ્યાન પોતાના ફોટા અને વીડિયો શેર કરીને આકર્ષિત કરતા રહે છે. જો કે ક્યારેક ટ્રોલ થવાનો પણ વારો આવે છે. એટલું જ નહીં છેલ્લા કેટલાક વર્ષોમાં તો અનેક બોલીવુડ અને ટીવી કલાકારો સોશિયલ મીડિયા પર ખુબ ખરાબ રીતે ટ્રોલ થયા છે. અનેકવાર અભિનેત્રીઓએ તો તેમના બોડી ફિગર, રંગ અને અન્ય કારણોસર ટ્રોલ થવાનો વારો આવ્યો છે. અમારી સહયોગી બોલીવુડ લાઈફના એક રિપોર્ટમાં એવી અભિનેત્રીઓ વિશે જણાવવામાં આવ્યું છે જે બોડી શેમિંગનો ભોગ બની છે. વાંચો અહેવાલ....


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અનેરી વજાણી
ટીવી શો અનુપમામાં માલવિકાની ભૂમિકા ભજવી રહેલી અભિનેત્રી અનેરી વજાણીએ થોડા સમય પહેલા સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ખુબ જ હોટ તસવીરો શેર કરી હતી. આ તસવીરો જોયા બાદ લોકોએ ખુબ જ અભદ્ર ટિપ્પણીઓ કરી હતી. કેટલાક લોકોએ તો તેની બ્રેસ્ટ સાઈઝને લઈને સવાલ ઉઠાવ્યા હતા. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube