ઝી બ્યૂરો, અમદાવાદઃ લગ્ન કોઈ નજીકના સંબંધીના હોય કે દૂરના, આપણેને તો એકદમ હટકે અને ફેશનેબલ લાગવાનો જ શોખ હોય છે. લગ્ન સિઝનમાં મેકઅપ, કપડા, જ્વેલરી, સેન્ડલ સહિત અનેક એવી વસ્તુઓ છે જે વેડિંગ વેન્યૂ મુજબ કરવી પડે છે. ત્યારે એ જાણવું ખૂબ જરૂરી છે કે હાલ કેવા કપડા, કેવો કલર અને કેવી જ્વેલરીનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. સામાન્ય રીતે આપણે લગ્ન પ્રસંગમાં બોલીવુડ ફેશન ટ્રેન્ડને ફોલો કરીએ છીએ. ત્યારે હાલ લગ્ન સિઝન ચાલી રહી છે ત્યારે બોલીવુડમાં એવો ફેશન ટ્રેન્ડ ચાલી રહ્યો છે જે લગ્ન સિઝન માટે એકદમ પરફેક્ટ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


1. અનારકલી સૂટનો જલવો
લગ્ન સિઝનમાં અનારકલી ડિઝાઈનર સૂટ દરેકની પહેલી પસંદ હોય છે. કેમ કે, હેવી અને કલરફૂલ ડિઝાઈન અનારકલી સૂટ શાનદાર લૂક આપે છે. ત્યારે આ લગ્ન સિઝનમાં પણ અનારકલી સૂટ પહેરી શકો છો. કેમ કે, હાલ તે ખૂબ ટ્રેન્ડિંગમાં છે. શાનદાર ડિઝાઈન, હેવી એમ્બ્રોડરી અને રંગ પરફેક્ટ હશે તો ચોક્કસથી અનારકલી સૂટ યૂનિક લાગશે.કેમ કે, બોલીવુડની અનેક એક્ટ્રેસના ફોટા સોશિયલ મીડિયામાં સામે આવ્યા હતા. જેમાં તેઓ એકદમ શાનદાર અનારકલી ડ્રેસમાં દેખાયા હતા. ફ્લોર લેન્થ અનારકલી સૂટની ફેશન ટ્રેન્ડ કરી રહી છે. લગ્ન સિઝનમાં ફેશનેબલ દેખાવા તમે ફ્લોર લેન્થ અનારકલી સૂટ પહેરી શકો છો.



2. ટ્રેન્ડિંગમાં છે ફ્યૂઝન ગાઉન
હાલ જે રીતે ફ્યૂઝન ગાઉન ફેશન ટ્રેન્ડમાં છે તે પરથી કહી શકાય કે ખૂદનું રિસેપ્શન હોય કે અન્યના લગ્ન તમે ફ્યૂઝન ગાઉન પહેરી શકો છો. બોલીવુડની કેટલી સેલેબ્સ હાલ ફ્યૂઝન ગાઉન પહેરીને ફંક્શનમાં જાય છે. સેલેબ્સ હવે ટ્રેડિશનલ ગાઉન છોડીને ફેન્સી ગાઉન પહેરવાનું પસંદ કરી રહ્યા છે. હાલની ફેશન મુજબ ફ્યૂઝન ગાઉન ટ્રેન્ડિંગમાં છે. ખાસ ફેયૂઝન ગાઉનમાં કલર અને ડિઝાઈન ખૂબ મહત્વની છે. તમે જ્યારે પણ ફ્યૂઝન ગાઉન પહેરો ત્યારે ડિઝાઈન અને રંગ પર ખાસ ધ્યાન આપો. એટલે એકદમ સ્ટાઈલીશ દેખાશો.



3. નિયોન કલરની છે ફેશન
નિયોન કલર તો આજકાલ જે ટ્રેન્ડિંગ કરી રહ્યો છે. લાગે છે કે પાર્ટી હોય કે ટ્રીપ, લગ્ન હોય કે રિસેપ્શન જો તમે નિયોન કલરના કપડા પહેર્યા છે એટલે તમે એકદમ ફેશન ટ્રેન્ડ મુજબ ચાલી રહ્યા છો. આલ્યા હોય કે કરીના, સોનમ હોય કે મલાઈકા સૌ કોઈ હાલ નિયોન કલરને પસંદ કરે છે. માત્ર એક્ટ્રેસ જ નહીં પણ બોલીવુડ એક્ટરમાં પણ નિયોન કલરનો ક્રેઝ વધ્યો છે. રણવીરથી લઈને કરણ જૌહર સુધી સૌ કોઈ નિયોન કલરની સ્ટાઈલ અપનાવે છે. નિયોન કલર ટ્રેડિશનસ લૂકને થોડો મોર્ડન ટચ આપે છે. ત્યારે લગ્ન સિઝનમાં તમે ચોલીનો નિયોન કલર પસંદ કરશો તો એકદમ યુનિક લૂક આપશે. નિયોન કલરમાં ખાસ સિલ્ક કાપડ વધુ ટ્રેન્ડમાં છે.


4. બોલીવુડ એક્ટ્રેસમાં જેકેટ સ્ટાઈલ ટ્રેન્ડમાં
આજકાલ એક નવી ફેશન સામે આવી છે, અને તે છે ટ્રેડિશનલ ડ્રેસ સાથે જૈકેટ. ટ્રેડિશનલ ડ્રેસ પર જેકેટ હાલ ખૂબ ટ્રેન્ડમાં છે. સોનમ કપૂરને જ જોઈ લો. તે ઘણા બધા ફંક્શનમાં આ જ ફેશન ફંડાને ફોલો કરે છે. ચોલી સાથે જેકેટ, સૂટ સાથે જેકેટ, શરારા સાથે જેકેટ અને સાડી પર પણ જેકેટ પહેરવાનો ટ્રેન્ડ વધ્યો છે.


5. લગ્ન સિઝનમાં લોન્ગ ચોલી લાગશે એકદમ હટકે
આ ફેશન કમાલની છે. લાંબી ચોલીની ફેશન મતલબ તમે કુર્તી સાથે, સાડી જેકેટ સાથે અથવા તો સાડીને પણ લોન્ગ પહેરીને આ ફેશન ફંડાને ફોલો કરી શકો છો. આ ફેશનને તમે લગ્નમાં સંગીત, મહેંદી કે રિસેપ્શનમાં અપનાવી શકો છો. આ લૂકમાં તમે સ્લીમ પણ લાગી શકો છો. લોન્ગ ચોલી માટે નેટના કાપડનો વધારે ઉપયોગ થાય છે. આ ચોલીમાં એમ્બ્રોડરી વર્ક અને કલર બહુ મહત્વનું છે.


6. મલ્ટીકલરની ચોલીનો શાનદાર લૂક
નોર્મલ ચોલીની ફેશન ઓલ્ડ થઈ ગઈ. હવે મલ્ટીકલર ચોલીનો ક્રેઝ વધી ગયો છે. તમે કોઈ પણ એક્ટ્રેસને જોશો તો તે આજકાલ મલ્ટીકલરના ડ્રેઝ પહેરવાનું વધુ પસંદ કરે છે. ખાસ તેમાં રંગો અને ડિઝાઈન ખૂબ મહત્વની છે. આવા ડ્રેસિસમાં ટ્રેડિશનલ એમ્બ્રોડરીની સીથે ફ્યૂઝન ડિઝાઈન પણ પસંદ કરી શકો છો. સબ્યસારચી સહિત સત્ય પોલ અને મનીષ મલ્હોત્રા પણ મલ્ટીકલરના ડિઝાઈનર ડ્રેસિસ તૈયાર કરે છે. મલ્ટીકલરની ચોલી લગ્ન સિઝનમાં ચાર ચાંદ લગાવી દે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube