આ થ્રીલર ફિલ્મે 18 વર્ષ પહેલાં કરી હતી 1000 થી વધુની કરોડ, આ OTT પ્લેટફોર્મ પર જોઈ શકો છો આ દમદાર ફિલ્મ
Best Thriller Film : આ ફિલ્મનું નામ એપોક્લિપ્ટો છે. આ ફિલ્મ વર્ષ 2006 માં આવી હતી અને તેને મેલ ગિબ્સને ડાયરેક્ટ કરી હતી. આ ફિલ્મ ઓસ્કાર એવોર્ડમાં 3 કેટેગરીમાં નોમિનેટ થઈ હતી. આ ફિલ્મ દરેક સિનેમા લવરે જોવી જોઈએ.
Best Thriller Film: આજના સમયમાં બોલીવુડ અને હોલીવુડ ફિલ્મો 1000 કરોડની કમાણી કરે તે સામાન્ય વાત છે. શાહરૂખ ખાનની પઠાન અને જવાન ફિલ્મ આ યાદીમાં આવે છે, આ સિવાય બાર્બી ફિલ્મે પણ 1000 કરોડથી વધારે નું કલેક્શન કર્યું હતું. આ વાત તો થઈ તાજેતરના વર્ષોની પરંતુ જો આ જ કમાણી 18 વર્ષ પહેલા કોઈ ફિલ્મે કરી હોય તો ? આજથી 18 વર્ષ પહેલાં જો કોઈ ફિલ્મ 1000 કરોડનું કલેક્શન કરે તો તે ખરેખર ખાસ જ હોય. હા એ વાત સાચી છે કે વર્ષો પહેલાં આ ફિલ્મ ખાસ હતી.
આ પણ વાંચો: Palak Tiwari નો એકદમ ટુંકો ડ્રેસ બન્યો મુસીબત, પૈપરાઝીને પાછળથી ફોટો ન લેવા કહ્યું..
ફિલ્મ માયન સભ્યતા પર આધારિત હતી
વર્ષ 2006માં આવી જ એક ફિલ્મ આવી હતી. આ ફિલ્મે કમાણીના બધા જ રેકોર્ડ તોડી નાખ્યા. આ સમયે દરેક જગ્યાએ આ ફિલ્મની જ ચર્ચા હતી. આ ફિલ્મ માયન સભ્યતા પર આધારિત હતી. આ ફિલ્મે વિશ્વભરના દેશોમાં કરોડોની કમાણી કરી હતી.
આ પણ વાંચો: The Great Indian Kapil Show નું ટ્રેલર આઉટ, આ કલાકારો બનશે કપિલના મહેમાન
ઓસ્કાર એવોર્ડમાં 3 કેટેગરીમાં નોમિનેટ થઈ
આ ફિલ્મનું નામ એપોક્લિપ્ટો છે. આ ફિલ્મ વર્ષ 2006 માં આવી હતી અને તેને મેલ ગિબ્સને ડાયરેક્ટ કરી હતી. આ ફિલ્મ ઓસ્કાર એવોર્ડમાં 3 કેટેગરીમાં નોમિનેટ થઈ હતી. આ ફિલ્મ દરેક સિનેમા લવરે જોવી જોઈએ. આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં રુડી યંગબ્લડ હતો. તેણે પોતાના 15 વર્ષના કરિયરમાં માત્ર 8 ફિલ્મો કરી હતી.
આ પણ વાંચો: પ્રિયંકાએ દીકરી માલતી અને પતિ નિક જોનસ સાથે કર્યા રામ મંદિરમાં દર્શન, જુઓ Photos
1 હજાર કરોડથી વધુની કમાણી કરી હતી
આ ફિલ્મ માયન સભ્યતા સમયની હતી જેમાં શાસક પોતાની પ્રજા પર અત્યાચાર કરતા હતા. શાસન અને સત્તા પર રહેવા માટે નરબલી જેવી પરંપરાનું પણ પાલન થતું. આ ફિલ્મ 40 મિલિયન ડોલરના ખર્ચે બની હતી. જે આજના સમયમાં 334 કરોડ રુપિયા છે. જ્યારે તેણે 1 હજાર કરોડથી વધુની કમાણી કરી હતી. આ ફિલ્મ એમેઝોન પ્રાઈમ પર ઉપલબ્ધ છે.