‘ભાભીજી ઘર પર હૈ’ ફેમ દિપેશ ભાનનું નિધન, ક્રિકેટ રમતા સમયે અચાનક ઢળી પડ્યા
દિપેશ લોકપ્રિય ટીવી સીરિયલ ‘ભાભીજી ઘર પર હૈ’માં મલખાન સિંહના રોલથી લોકોનું મનોરંજન કરાવતા હતા. તે આ સિરિયલ સાથે લાંબા સમયથી જોડાયેલા હતા. અભિનેતાના નિધનની પુષ્ટિ શોના આસિસ્ટેંટ ડિરેક્ટર અભિનિત દ્વારા કરવામાં આવી છે.
દિપેશ શુક્રવારે ક્રિકેટ રમી રહ્યા હતા, પરંતુ ક્રિકેટ રમતા રમતા તે અચાનક પડ્યા હતા, જેના પછી તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. અને અહીં ડોક્ટરોએ અભિનેતાને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
ટીવી ઈન્ડસ્ટ્રીમાંથી વધુ એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અભિનેતા દિપેશ ભાને આ દુનિયાને અલવિદા કહી દીધું છે. દિપેશ લોકપ્રિય ટીવી સીરિયલ ‘ભાભીજી ઘર પર હૈ’માં મલખાન સિંહના રોલથી લોકોનું મનોરંજન કરાવતા હતા. તે આ સિરિયલ સાથે લાંબા સમયથી જોડાયેલા હતા. અભિનેતાના નિધનની પુષ્ટિ શોના આસિસ્ટેંટ ડિરેક્ટર અભિનિત દ્વારા કરવામાં આવી છે. દિપેશની પત્ની અને એક બાળક પણ છે. તેણે વર્ષ 2019માં દિલ્હી ખાતે લગ્ન કર્યા હતા.
રમતા રમતા ઢળી પડ્યો દિપેશ
મળતી માહિતી મુજબ, દિપેશ શુક્રવારે ક્રિકેટ રમી રહ્યા હતા, પરંતુ ક્રિકેટ રમતા રમતા તે અચાનક પડી ગયા, ત્યારબાદ તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. અને અહીં ડોક્ટરોએ અભિનેતાને મૃત જાહેર કર્યા હતા. અભિનિત આસિસ્ટેંટ ડિરેક્ટરની સાથે, અભિનેતા વૈભવ માથુરે પણ દિપેશ ભાનના મૃત્યુના સમાચારની પુષ્ટિ કરી છે.
ઘણા ટીવી શોનો ભાગ હતો દિપેશ
દિપેશ લાંબા સમયથી ટીવીની દુનિયા સાથે જોડાયેલા હતા. ‘ભાભીજી ઘર પર હૈ’ પહેલા, તે ‘કોમેડી કા કિંગ કૌન’, ‘કોમેડી ક્લબ’, ‘ભૂતવાલા’, ‘એફઆઈઆર’ સહિતના ઘણા કોમેડી શોનો ભાગ રહી ચૂક્યા હતા. આ સિવાય તેમણે આમિર ખાન સાથે પણ કામ કર્યું છે. તે આમિર ખાન સાથે T20 વર્લ્ડ કપની જાહેરાતમાં જોવા મળ્યા હતા અને વર્ષ 2007માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ફાલતુ ઉટપટાંગ ચટપટી કહાની’માં કામ કર્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube