કોમેડિયન ભારતી સિંહના ફ્લેટમાંથી મળ્યો ગાંજો, NCBએ પતિ-પત્નીને પાઠવ્યું સમન્સ
ડ્રગ્સ મામલામાં એનસીબીનું ઇનવેસ્ટિગેશન ચાલી રહ્યું છે. હવે એનસીબીએ દેશની જાણીતી કોમેડિયન ભારતી સિંહના અંધેરી સ્થિત ઘર પર દરોડા પાડ્યા છે.
મુંબઈઃ ડ્રગ્સ કેસમાં એનસીબીની તપાસ ચાલી રહી છે. એક બાદ એક નવા નામ સામે આવી રહ્યાં છે, જેની એનસીબી તપાસ કરી રહી છે. આજે એનસીબીની ટીમે દેશની જાણીતી કોમેડિયન ભારતી સિંહના અંધેરી સ્થિત ઘર પર દરોડા પાડ્યા હતા. જાણવા મળી રહ્યું છે કે ભારતીના ફ્લેટ પરથી ગાંજો મળ્યો છે. આ સાથે એનસીબીએ ભારતી સિંહ અને તેના પતિ લિમ્બાચિયાને સમન્સ મોકલ્યું છે. ઘણા સ્ટાર્સ ડ્રગ્સ મામલામાં એનસીબીના નિશાના પર રહ્યાં છે. હાલમાં અભિનેતા અર્જુન રામપાલની એનસીબીએ લાંબી પૂછપરછ કરી અને તેના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા.
સૂત્રો પ્રમાણે મુંબઈના વર્સોવા, લોખંડવાલા અને સબર્બમાં દરોડા પાડવામાં આવ્યા. ભારતી સિંહની વાત કરીએ તો તેને અને તેના પતિને એનસીબીએ સમન્સ પાઠવ્યું છે. બંન્ને પતિ-પત્ની થોડા સમય બાદ એનસીબીની મુંબઈ સ્થિત ઓફિસ પહોંચશે. જ્યાં તેની પૂછપરછ થઈ શકે છે.
ભારતી સિંહ કોમેડીની દુનિયાની દીવાની છે. આ સમયે તે ધ કપિલ શર્મા શોમાં છે અને તે પોતાની કોમેડીથી બધાને હસાવી-હસાવી લોટપોટ કરે છે. ભારતીના ઘર પર દરોડાના સમાચાર તેના ફેન્સને જરૂર નિરાશ કરશે. ભારતી સિંહ અને હર્ષના ઘરમાં સર્ચ કરવામાં આવ્યું અને કપલને એનસીબી દ્વારા સમન્સ મોકલવામાં આવ્યું છે.
સિનેમાઘરોમાં રિલીઝ થશે કિયારાની ફિલ્મ 'ઇંદૂ કી જવાની', જાણો તારીખ
સૌથી પહેલા રિયાનું નામ
મહત્વનું છે કે બોલીવુડમાં ડ્રગ્સ કેસની તપાસમાં અત્યાર સુધી ઘણા સેલિબ્રિટીઓના નામ સામે આવી આવી ચુક્યા છે. જેમાં સુશાંતની ગર્લફ્રેન્ડ રહેલી રિયા ચક્રવર્તીથી લઈને દીપિકા પાદુકોણ, સારા અલી ખાન, રકુલ પ્રીત સિંહ જેવા નામ બાદથી સતત આ સિલસિલો ચાલી રહ્યો છે.
અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની વાત કરીએ તો 14 જૂને બાંદ્રા સ્થિત પોતાના નિવાસ પર અભિનેતા મૃત મળ્યા હતા. ત્યારબાદ તેના ફેન્સ વચ્ચે ખુબ આક્રોશ જોવા મળ્યો હતો. આ મામલામાં સીબીઆઈ તપાસ શરૂ થઈ હતી. બાદમાં એનસીબીએ ડ્રગ્સ કેસમાં તપાસ શરૂ કરી અને ત્યારબાદ એક પછી એક બોલીવુડ સ્ટાર્સના નામ આ મામલે સામે આવતા ગયા.
બોલીવુડ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube