Comedian Bharti Singh Newborn Baby Son: કોમેડિયન ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિંબાચિયાએ આ વર્ષે તેમના પહેલા બાળકનું વેલકમ કર્યું હતું. હવે બંનેએ તેમના નવજાત બાળકની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ દરમિયાન ભારતી સિંહને કેપ્શનમાં લખ્યું, મળો અમારા પુત્ર લક્ષ્યથી. 'ગણપત્તિ બાપ્પા મોરિયા'


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી તસવીર
પોતાના ઇન્સ્ટાગ્રામ પર પુત્ર અને પતિ સાથે શેર કરેલી તસવીરમાં ભારતી સિંહ એકદમ ક્યૂટ લાગી રહી હતી. તેણે અને પતિ હર્ષે સફેદ રંગના કપડા પહેર્યા છે અને તેમના દિકરાને સફેદ રૂમાલથી ઢાંકી રાખ્યો છે. એક તસવીરમાં તે તેના દિકરા પર મમતા લૂંટાવી રહી છે. સોશિયલ મીડિયા પર તેની આ તસવીર ઘણી શરે થઈ રહી છે અને લોકો અભિનંદન પાઠવી રહ્યા છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube