કપિલની સાથે કરી કામ કરવાની વાત પર પ્રથમ વખત બોલી ભારતી, કરી હૃદય સ્પર્શી વાત
હાલમાં જ એવા સમાચાર આવ્યા હતા કે જાણીતા કોમેડિયન કપિલ શર્મા, કોમેડિયન કૃષ્ણા અભિષેક અને ભારતી સિંહ સાથે નાના પરદા પર ફરી જોવા મળશે.
નવી દિલ્હી: હાલમાં જ એવા સમાચાર આવ્યા હતા કે જાણીતા કોમેડિયન કપિલ શર્મા ઓક્ટોબરમાં એકવાર ફરી કોમેડી શો દ્વારા નાના પરદા પર જોવા મળવાનો છે. આ શોમાં તેની સાથે કોમેડિયન કૃષ્ણા અભિષેક અને ભારતી સિંહ સાથે નાના પરદા પર ફરી જોવા મળશે. જ્યારે આ શોને લઇ એક માટા સમાચાર સામે આવ્યા છે. આ સમાચારને જાણીને તે ફેન્સને દુ:ખ થશે જેઓ એક વાર ફરી આ ત્રણેયને એક સાથે ટીવી સ્ક્રીન પર જોવા માંગે છે.
હિન્દુસ્તાન ટાઇમ્સને આપેલા એક ઇન્ટરવ્યૂમાં ભારતીએ કહ્યું હતું કે, ‘હું આ વખતે ‘ઇન્ડિયા ગોટ ટેલેન્ટ’ શો હોસ્ટ કરી રહી છું. એવામાં કોઇ બીજો શો કરવા માટે મારી પાસે સમય નથી. જો કોઇ એવા સમાચાર છે તો હું તેને દિલથી સ્વીકાર કરીશ.’ આ ઇન્ટરવ્યૂમાં ભારતીએ કહ્યું હતું કે આ દુનિયામાં રડાવનારા ઘણા લોકો છે પરંતુ હસાવનાર આ દુનિયામાં ખૂબ ઓછા લોકો છે. આજે પણ કપિલના ઘણા એવા સારા ફેન્સ છે જેઓ તેને ઘણો પ્રેમ કરે છે. હું આશા કરું છું કે આ સમાચાર સાચા હોય અને કપિલ ટુંક સમયમાં જ મને આ શોમાં ભાગીદાર થવા બોલાવે.
તમને જણાવી દઇએ કે થોડા વર્ષો આગાઉ કપિલ, કૃષ્ણા અને ભારતી એક સાથે ટીવી શો ‘કોમેડી સર્કસ’માં જોવા મળ્યા હતા. તે સમયે લોકોએ આ ત્રણેયને નાના પરદા પર ઘણા પસંદ કર્યા હતા.
જો કપિલ શર્માની વાત કરીએ તો થોડા સમય પહેલા જ સોશિયલ મીડિયામાં તેનો એક ફોટો વાયરલ થયો હતો. જેમાં તે પોતાની જાને ફિટ રાખવા માટે દરિયા કિનારે જોગિંગ કરતો જોવા મળ્યો હતો. તમને જણાવી દઇએ કે તેની તબીયત ખરાબ હોવાના કારણે આ વર્ષે એપ્રિલમાં તેણે પોતાનો શો ‘ફેમેલી ટાઇમ વિથ કપિલ શર્મા’ બંધ કરવો પડ્યો હતો. ત્યારબાદ તે એક લાંબી રજા પર જતો રહ્યો છે.