Mahi Shrivastava Bhojpuri Song: ભોજપુરી સિનેમામાં દરરોજ કોઈને કોઈ ગીત વાયરલ થતું રહે છે. ભોજપુરી સુંદરીઓ પોતાના લટકા ઝટકાથી લોકોનું મનોરંજન કરતી રહે છે. સમયની સાથે સાથે અનેક સુંદરીઓએ આ ઈન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો છે અને પોતાના કૌશલ્યથી લોકોના દિલમાં આગવું સ્થાન બનાવ્યું છે અને તેમાંથી એક છે માહી શ્રીવાસ્તવ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અભિનેત્રી માહી માત્ર તેની સુંદરતાના કારણે જ નહીં પરંતુ તેની પ્રતિભાથી તેના ચાહકોનું દિલ પર રાજ કરે છે. તેમના વીડિયો દરરોજ સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે, જેને જોઈને ફેન્સ નિસાસો નાખે છે. આવો જ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં માહી પોતાની સ્ટાઈલ સુંદર અદાઓ દેખાડી રહી છે.


માહીને શેયર કર્યો વીડિયો
ભોજપુરી અભિનેત્રી માહી શ્રીવાસ્તવની અદાઓ એટલી કાતિલ છે કે દરેક લોકો ઘાયલ થઈ જાય છે. અભિનેત્રીની આ જ અદા પર લાખો લોકો ફિદા છે. માહી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. અભિનેત્રી ઘણી વખત પોતાના ફ્રેન્સની સાથે તસવીરો અને વીડિયોઝ શેર કરતી રહે છે. આ તમામ વાતો વચ્ચે માહીની એક રીલ વીડિયો ઈન્ટરનેટ વર્લ્ડમાં આગની જેમ ફેલાઈ રહ્યો છે.



પ્રશંસકો થયા ક્રેઝી
માહી શ્રીવાસ્તવની તાજેતરની ક્લિપને જોતા પ્રશંસકો મોઢામાં આંગળા નાખતા થઈ ગયા છે. જોકે, માહી શ્રીવાસ્તવે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક રીલ વીડિયો શેર કર્યો છે. ક્લિપમાં તે શિલ્પી રાજના સોંગ પર ડાન્સ કરતી જોવા મળી રહી છે. માહીનો આ વીડિયો જોઈને પ્રશંસકોનો પરસેવો છૂટી ગયો છે.


તમને જણાવી દઈએ કે, અત્યાર સુધી આ વીડિયો પર 3 હજારથી વધારે લોકોની લાઈક મળી ચૂકી છે. હાલમાં માહીના એક છઠ્ઠ ગીત 'છઠ્ઠી મઈયા માંગેલે લલનવા' સામે આવ્યું છે. આ ગીતને પ્રશંસકો ખુબ પસંદ કરી રહ્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube