પટણા: ભારતીય ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝાએ બુધવારે જાહેરાત કરી કે ઓસ્ટ્રેલિયન ઓપનમાં મહિલા ડબલ્સમાં પ્રથમ રાઉન્ડમાં હાર્યા બાદ 2022 WTA પ્રવાસ પર તેની અંતિમ સિઝન હશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

35 વર્ષીય સાનિયા મિર્ઝા અને તેની યુક્રેનિયન જોડીદાર નાદિયા કિચેનોક 12મી ક્રમાંકિત કાજા જુવાન અને તમરા ઝિદાનસેકની બિનક્રમાંકિત સ્લોવેનિયન જોડી સામે એક કલાક અને 36 મિનિટમાં 4-6, 6-7થી હાર્યા હતા. તે પોતાની રમતની સાથે સાથે વિવાદોને કારણે પણ ઘણી ચર્ચામાં રહે છે. ભોજપુરી સ્ટાર સિંગર ખેસારી લાલ યાદવનું ગીત 'ટેનિસ વાલી સાનિયા દુલ્હા ખોજલી પાકિસ્તાની'. તેઓને તે ગમ્યું નહીં. આ ગીતના કારણે ખેસારીને જેલમાં જવું પડ્યું હતું.


જાણો શું છે વિવાદ
સાનિયાએ પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક (Sania Mirza wedding) સાથે લગ્ન કર્યા છે. ત્યારબાદ ભોજપુરી સ્ટાર સિંગરખેસારી લાલ યાદવનું ગીત 'ટેનિસવાલી સાનિયા દુલિહા ખોજલી પાકિસ્તાની' રિલિઝ કર્યું હતું. પછી તેમના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ કેસનાં તેમને ત્રણ દિવસ જેલમાં પણ રહેવું પડ્યું હતું.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube