Durgamati Review: જ્યારે દેખાયો Bhumi Pednekarનો જલવો, ફિલ્મ પૂરી થઈ ગઈ
શુક્રવારે (11 ડિસેમ્બર) ભૂમિ પેડનેકર (Bhumi Pednekar) અને અરશદ વારસી (Arshad Warsi) સ્ટારર ફિલ્મ `દુર્ગામતી: ધ મિથ` (Durgamati) રિલીઝ થઈ છે. આ ફિલ્મ તમિલ-તેલુગુ ફિલ્મ `ભાગમતી`ની હિન્દી રિમેક છે
વર્ડિક્ટ- 2.5 સ્ટાર
કલાકાર- ભૂમિ પેડનેકર, અરશદ વારસી, માહી ગિલ
નિર્દેશક- અશોક
નવી દિલ્હી: શુક્રવારે (11 ડિસેમ્બર) ભૂમિ પેડનેકર (Bhumi Pednekar) અને અરશદ વારસી (Arshad Warsi) સ્ટારર ફિલ્મ 'દુર્ગામતી: ધ મિથ' (Durgamati) રિલીઝ થઈ છે. આ ફિલ્મ તમિલ-તેલુગુ ફિલ્મ 'ભાગમતી'ની હિન્દી રિમેક છે. આ ફિલ્મ એમેઝોન પ્રાઇમ પર રજૂ કરવામાં આવી છે. કહેવામાં આ એક હોરર ફિલ્મ છે, પરંતુ તમે ભાગ્યે જ ડર અનુભવશો. અમને તો આ ફિલ્મ ડ્રામા, પ્રેમ, ડર અને થ્રિલરનો એક કોમ્બો લાગી છે.
આ પણ વાંચો:- હાલની ફિલ્મોનું સંગીત ફ્લોપ: 90ના દાયકાના ગીતો જ મચાવી રહ્યા છે ધૂમ
ફિલ્મ (Durgamati)ના એક સીનમાં ગામમાં એક રહસ્યમય મૃત્યુ અને 12 મૂર્તિઓની ચોરી બતાવવામાં આવી છે. રાજનેતા ઇશ્વર પ્રસાદ (અરશદ વારસી)ને જ્યારે આ ચોરી અંગે પ્રશ્નો પૂછવામાં આવે છે ત્યારે ઈશ્વર કહે છે કે કાં તો તે આ ચોરને શોધી કાઢશે અથવા તો તે રાજકારણમાંથી નિવૃત્ત થઈ જશે. સીબીઆઈ અધિકારી સતાક્ષી ગાંગુલી (મહી ગિલ) પર આ કેસ હલ કરવાની જવાબદારી છે. સતાક્ષીએ નક્કી કર્યું છે કે તે આઈ.એ.એસ. ચંચલ ચૌહાણ (ભૂમિ પેડનેકર) (Bhumi Pednekar)ને સવાલ જવાબ પૂછશે કારણ કે ચંચલ પહેલાં ઇશ્વરની સાથે કામ કરતી હતી. તે ચંચલને જૂની અને ભયાનક હવેલીમાં લઈ જાય છે, જે દુર્ગમતીનું ઘર છે.
આ પણ વાંચો:- Siddharth Shuklaના જન્મદિવસ પર થયો મોટો કાંડ, ડિલિવરી બોય સાથે કરી મારામારી
ફિલ્મ (Durgamati)ની શરૂઆત રોમાન્ચક છે. કેટલાક દ્રશ્યો થોડા ભયાનક છે. તમે શરૂઆતથી જ ફિલ્મમાં ઘુસી જાઓ છો, પરંતુ એકદમથી લાગે છે કે ફિલ્મ ખેંચાઈ રહી છે. ફિલ્મની છેલ્લી 40 મિનિટ ખૂબ જ સારી છે અને તમને ફિલ્મ સાથે જોડી રાખે છે. ભૂમિ કેટલાક દ્રશ્યોમાં તેના અભિનયથી એકદમ ડરાવી દે છે. અરશદ વારસી દર વખતની જેમ આશાઓ પર ખરો ઉતર્યો છે.
આ પણ વાંચો:- Kangana Ranautએ કર્યો Diljit Dosanjhને યાદ, જાણો એક્ટરે એવો તો શું જવાબ આપ્યો કે થઇ ગઇ બોલતી બંધ
ફિલ્મની વચ્ચેના ભાગમાં ઘણા કંટાળાને અને કન્ફ્યૂઝન થાય છે. ઘણી વસ્તુઓ અર્થહિન લેવામાં આવી હોય તેવું લાગે છે. આ દ્રશ્યો દૂર કરી શકાય છે. આ દ્રશ્યોને કારણે, ફિલ્મ પ્રત્યેની રુચિ ઓછી થાય છે. ફિલ્મના મોટાભાગના ભયજનક દ્રશ્યો ખરેખર ડરામણા નથી. દુર્ગામતી એક લાંબી અને ખેંચેલી ફિલ્મ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube