નવી દિલ્હીઃ બિગ બોસ સિઝનની શરૂઆતથી જ દર્શકોને તે આશા હોય છે કે ઘરમાં ખૂબ હંગામો થાય અને શાનદાર વસ્તુ જોવા મળશે. પરંતુ બિગ બોસની આ સિઝનમાં સોમવારે ઘરવાળાઓને બિગ બોસે પ્રથમ ટાસ્ક આવ્યો અને આ પ્રથમ ટાસ્ક મંગળવારે રદ્દ પણ થવાનો છે. ક્રિકેટ ફીલ્ડથી લઈને ડાન્સના રિયાલિટી શોનો હિસ્સો બની ચુકેલા પૂર્વ ક્રિકેટર શ્રીસંત આ ટાસ્કમાં કંઇક એવું કરવા જઈ રહ્યો છે કે નારાજ બિગ બોસ પોતાનો પ્રથમ ટાસ્ક ખૂદ રદ્દ કરી દે છે. તેનું પરિણામ આખા ઘરે ભોગવવું પડશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઘરમાં ચાલી રહેલા ટાસ્ક જોડી અને સિંગલ આવેલા સેલીબ્રિટીઝ વચ્ચે છે, જેણે એકબીજાને નબળા સાબિત કરવાના છે. આ ટાસ્કમાં શ્રીસંતે શિવાશીશ મિશ્રા અને સૌરભ પટેલને ચેલેન્જ કરી છે, પરંતુ જ્યારે ટાસ્ક શરૂ થયો તો શ્રીસંતે કહ્યું કે, તેની પાસે પોતાને નબળો કહેવાના એક પણ કારણ નથી. ઘરવાળાઓ સમજાવતા રહ્યું, પરંતુ શ્રીસંતે કોઈપણ કારણ ન બોલ્યું અને ટાસ્ક રદ્દ થઈ ગયો. 



તો બીજીતરફ ટાસ્ક ખરાબ થવા પર ઘરના સભ્યો શ્રીસંતને સમજાવતા દેખાયા અને આ વચ્ચે સોમી ખાનની શ્રીસંત સાથે લડાઈ થઈ હતી. આ મામલે અન્ય લોકોએ સમજાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ આ લડાઇ એટલી વધી ગઈ કે શ્રીસંતે માઇક ઉતારી દીધું અને ઘર બહાર જવા માટે બિગ બોસને બોલતો જોવા મળ્યો હતો. તમે પણ જુઓ આજના એપિસોડની ઝલક. 



બિગ બોસના ઘરમાં બીજા દિવસે ખુબ હંગામો શરૂ થઈ ગયો છે. હવે જોવાનું છે કે આખરે શ્રીસંત બિગ બોસને કેમ હેન્ડલ કરે છે.