બિગ બોસ પર અશ્લીલતા ફેલાવવાનો આરોપ, પ્રતિબંધ કરવા માટે કેન્દ્રીય મંત્રીને લખ્યો પત્ર
બિગ બોસના પ્રથમ એપિસોડના ટાસ્કથી લોકો નારાજ છે. ઓલ ઈન્ડિયા ટ્રેડર્સે કેન્દ્રીય સૂચના પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરને પત્ર લખીને શોને પ્રતિબંધ કરવાની માગ કરી છે.
નવી દિલ્હીઃ બિસ બોસ 13ને દર્શકોનો ખુબ પ્રેમ મળી રહ્યો છે. બીજીતરફ શો વિવાદોમાં આવી ગયો છે. પોતાના પ્રથમ એપિસોડતી શો અશ્લીલતાનો આરોપનો સામનો કરી રહ્યો છે. સોશિયલ મીડિયા પર પણ શોનો ખુબ વિરોધ થઈ રહ્યો છે. હકીકતમાં પ્રથમ એપિસોડમાં રાશનને ભેગું કરવા માટે ઘરવાળાને આપેલા ટાસ્કને કારણે વિરોધ થઈ રહ્યો છે.
બિગ બોસના વિરોધમાં ઓલ ઈન્ડિયા ટ્રેડર્સે કેન્દ્રીય સૂચના પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડકરને પત્ર લખ્યો છે. કેટે પ્રકાશ જાવડેકરને કલર્સ ટીવી પર ચાલી રહેલા શો પર તાત્કાલિક પ્રતિબંધ લગાવવાની માગ કરી છે. કેટનું કહેવું છે કે સીરિયલથી અશ્લીલતાને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. બિગ બોસથી આપણા જૂના પારંપરિક સામાજીક અને સાંસ્કૃતિક મૂલ્યોની આબરૂ ઉડાવવામાં આવી રહી છે. ટીઆરપી અને નફાની લાલચમાં બિગ બોસના માધ્યમથી સામાજીક સમરસતાનો નાશ કરવામાં આવી રહ્યો છે. આવા કૃત્યોને ભારત જેવા દેશની વિવિધ સંસ્કૃતિ વાળા દેશમાં ક્યારેય મંજૂરી ન આપી શકાય.
શઉક્રવારે સોશિયલ મીડિયા પર ઘણા લોકો જેહાદ ફેલાવતો બિગ બોશ, હેશટેગને ટ્રેન્ડ કરાવી રહ્યાં છે. ઘણા સોશિયલ મીડિયા યૂઝરોનું કહેવું છે કે શોમાં કાશ્મીરી મુસ્લિમ મોડલ અને હિન્દૂ યુવતીને બેડ શેર કરવાનું કહેવામાં આવ્યું છે. તેના સહારે શો દ્વારા લવ જેદાહને પ્રમોટ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.
શું છે વિવાદ
ટ્વીટર પર શોનો વિરોધ કરી રહેલા એક વ્યક્તિએ કહ્યું હતું કે આ શોના સહારે આવનારી જનરેશનને દેશના કલ્ચર અને સંસ્કૃતિની યોગ્ય શિક્ષા આપવામાં આવી રહી નથી. કેટલાક લોકોનું તે કહેવું હતું કે બિગ બોસ શોમાં એન્ટરટેઇનમેન્ટ નથી અને ન તો શોના સહારે કોઈ પોઝિટિવ મેસેજ આપી શકાય છે. આ શોથી માત્ર દેશમાં કલ્ચરને ખરાબ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.
હકીકતમાં ઘરવાળાઓએ ઘરનું રાશન ભેગું કરવાનું હતું અને આ રાશન તેણે પોતાના હાથથી લેવાનું નહતું, જ્યારે તેના માટે તેણે સામાનને એકબીજાના મોઢાથી ટ્રાન્સફર કરવાનો હતો. આ સિવાય ઘરવાળાને BFF (બેડ ફ્રેન્ડ્સ ફોરએવર) પણ આપવામાં આવ્યો છે. એટલે કે ઘરમાં એન્ટ્રી કર્યા પહેલા નક્કી થઈ ગયું હતું કે ક્યો કન્ટેસ્ટેન્ટ કોની સાથે બેડ શેર કરશે.