દિવાળીની રોનક વિખેરવાની શરૂઆત બોલિવુડમાં થઈ ચૂકી છે. બોલિવુડના કિંગ શાહરૂખ ખાનના બર્થડે બાદ આખું બોલિવુડ ટાઉન પાર્ટીના મૂડમાં આવી ગયું છે. મહિનાની શરૂઆત થતા જ બે બિગ બજેટ ફિલ્મોના ટ્રેલર લોન્ચ થયા છે. તો શાહરૂખે ફેસ્ટિવલ માહોલ બનાવવાની શરૂઆત કરી દીધી છે. શાહરૂખના પરિવારમાં ધનતેરસ પહેલા જ બોલિવુડના અનેક સ્ટાર્સને દિવાળીની પાર્ટી આપવામાં આવી હતી. આ મોકા પર અનેક મોટા ચહેરા નજર આવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"188901","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"pjimage-19-1.jpg","field_file_image_title_text[und][0][value]":"pjimage-19-1.jpg"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"pjimage-19-1.jpg","field_file_image_title_text[und][0][value]":"pjimage-19-1.jpg"}},"link_text":false,"attributes":{"alt":"pjimage-19-1.jpg","title":"pjimage-19-1.jpg","class":"media-element file-default","data-delta":"1"}}]]


આ પાર્ટીમાં શ્રદ્ધા કપૂર, મલાઈક અરોરા, તાપસી પન્નુ, અર્જુન કપૂર અને સિદ્ધાર્થ મલ્હોત્રાની સાથે અનેક સ્ટાર્સે હાજરી આપી હતી.



બધાને જોઈને એવું લાગતું હતું કે પાર્ટીનો ડ્રેસ કોડ બ્લેક હતો. કેમ કે, મોટાભાગના બોલિવુડ સ્ટાર્સ બ્લેક કલરના પાર્ટીવેર આઉટફીટમાં ચમકતા દેખાયા હતા. 



ગાયબ દેખાયો પુત્ર આર્યન
આ પ્રસંગે ગૌરી ખાને કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. શાહરૂખે પણ કેટલીક તસવીરો શેર કરતા પોતાના દીકરાને યાદ કર્યો હતો. હાલ શાહરૂખનો મોટો દીકરો આર્યન પોતાના અભ્યાસ માટે દેશની બહાર છે. આવામાં આખો પરિવાર તો સાથે દેખાયો, પણ આર્યનની ગેરહાજરી ચોક્કસપણ વર્તાઈ હતી.