નવી દિલ્હીઃ ટીવી દુનિયાના પોપ્યુલર રિયાલિટી શો બિગ બોસ 13 આજે રાત્રે 9 કલાકથી શરૂ થવાનો છે. શોને લઈને લોકોમાં જબરદસ્ત ક્રેઝ છે. દર વખતની જેમ આ વખતે પણ શોમાં ઘણા ફેરફાર જોવા મળશે. આ વખતે અભિનેત્રી અમીષા પટેલ પણ શોનો ભાગ હશે. શોમાં તેની શું ભૂમિકા હશે, તેને લઈને હજુ સસ્પેન્સ યથાવત હતું, પરંતુ હવે બિગ બોસના સત્તાવાર ટ્વીટર બેન્ડલથી એક પ્રોમો જાહેર કરવામાં આવ્યો છે, જેમાં હિંટ આપવામાં આવી છે કે, તે તમામ સ્પર્ધક પર નજર રાખશે. વીડિયોમાં અમીષા પટેલ અને સલમાન ખાન કન્ટેસ્ટેન્ટ્સ વિશે વાતચીત કરતા દેખાઇ છે. 


પ્રોમો વીડિયોમાં અમીષા પટેલ ફિલ્મ રામલીલાના સોંગ 'રામ ચાહે લીલા' ગીત પર પરફોર્મ કરતી જોવા મળી રહી છે. સલમાન ખાન, અમીષાને પૂછે છે કે તું અહીં રડવા માટે આવી છે કે રડાવવા માટે? જવાબમાં અમીષા કહે છે કે ન હું રડાવીશ કે રડીશ, બસ થોડો હક જમાવીશ. 


વાંચો બોલીવુડના અન્ય સમાચાર