નવી દિલ્હી : મોસ્ટ પોપ્યુલર રિયાલિટી શો બિગ બોસ 13 ફિનાલે (Bigg Boss 13 Finale) શરૂ થવા પૂર્વે શોકિંગ ન્યૂઝ સામે આવ્યા છે. ઘરની અંદરની ઘણી વાતો બહાર આવી રહી છે. એ પૈકીની ઘણી વાતો તો અફવા સાબિત થઇ રહી છે. પરંતુ આ મામલો એટલો હોટ છે કે પ્રશંસકો દરેક વાતોને જાણવા ઉત્સુક છે. આ સંજોગોમાં એક વાત એ સામે આવી છે કે ફિનાલે પૂર્વે ટીવીની એક હસીના આ ફિનાલેથી બહાર થઇ ગઇ છે અને હવે ટોપ 4 ફાઇનાલિસ્ટ બાકી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાલમાં જ સામે આવ્યું છે કે, પારસ છાબડાએ 10 લાખ રૂપિયાની બેગ લઇને બિગ બોસના ઘરને અલવિદા કર્યું છે. જોકે આ પહેલા આસિમના નામને લઇને આ અંગે વાત સામે આવી હતી. પરંતુ એ પછી સ્પષ્ટતા થઇ હતી કે આસિમે બિગ બોસનું ઘર છોડ્યું નથી. 


હાલમાં ટીવીની એક હસીનાની બિગ બોસ સફર ખતમ થઇ છે. આ અભિનેત્રીનું નામ આરતી સિંહ (Arti Singh) છે. અમારી સહયોગી વેબસાઇટ બોલીવુડ લાઇફના તાજેતરના અહેવાલ અનુસાર બિગ બોસ 13 ફિનાલે પૂર્વે જ આરતીને ઘરની બહાર કરવામાં આવી છે. 


હવે જ્યારે આરતી સિંહ બિગ બોસના ઘરમાંથી બહાર થઇ છે તો આ સાથે હવે આ ઘરમાં માત્ર ચાર ફાઇનાલિસ્ટ બાકી રહ્યા છે. આ ચારની વાત કરીએ તો રશ્મિ દેસાઇ (Rashmi Desai), શહનાજ ગિલ (Shahnaz Gill), આસિમ રિયાજ (Asim Riyaz) અને સિધ્ધાર્થ શુકલા (Sidharth Shukla) વચ્ચે હવે જંગ છે.