નવી દિલ્હી: ટીવી અભિનેતા અને રિયાલિટી શો બિગ બોસ (Bigg Boss 13) ફેમ સિદ્ધાર્થ શુક્લા (Sidharth Shukla)નું આ વર્ષે સમ્ટેમ્બરમાં નિધન થઈ ગયું હતું. તે ભલે આ દુનિયામાં નથી, પરંતુ આજે પણ તેમના ફેન્સના દિલોમાં તેઓ રાજ કરે છે. 19 સપ્ટેમ્બરે ઈન્ટરનેશનલ મેન્સ ડે (International Men's Day) હતો અને આ અવસરે સિદ્ધાર્થ શુક્લા  (Sidharth Shukla) નો એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં સિદ્ધાર્થ શુક્લા (Sidharth Shukla) જણાવતા નજરે પડે છે કે તેમના પરિવારમાં ક્યારેય છોકરા અને છોકરીઓ વચ્ચે ક્યારેય ભેદભાવ કરવામાં આવ્યો નથી.


વાઈરલ થઈ રહ્યો છે વીડિયો
જોકે,  આ વીડિયો રિયાલિટી શો 'બિગ બોસ 13' (Bigg Boss 13)નો છે. વીડિયોમાં સિદ્ધાર્થ શુક્લા  (Sidharth Shukla), સલમાન ખાન (Salman Khan) ને કહે છે કે, હું છોકરો છું અને તે છોકરી છે. છોકરા સ્ટ્રોંગ હોય છે અને છોકરીઓ કમજોર હોય છે, એટલા માટે તેમણે પ્રોટેક્ટ કરીને રાખવા જોઈએ.  સોરી સર, મારા ઘરમાં મને એવું શીખવાડવામાં આવ્યું નથી. મારી બહેનો મારી સાથે લડે છે અને હું તેમના સાથે લડું છું. મને માર્યો છે, મારી મારા-મારી થઈ છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube