નવી દિલ્હી: ટીવી અભિનેત્રીની ડ્રામા ક્વીન રાખી સાવંત  (Rakhi Sawant)ની મસ્તીને લઈને તો સૌ કોઈ જાણતા જ હશો. રાખી સાવંત  (Rakhi Sawant) છેલ્લા બે વર્ષથી પોતાના લગ્નની ચર્ચાના કારણે ચર્ચામાં રહે છે. રાખીના લગ્નની તસવીરો તો વાયરલ થઈ હતી, પરંતુ તસવીરોમાંથી દુલ્હા એટલે કે પતિ રિતેશ (Rakhi Sawant husband Ritesh) ગુમ હતા. પછી અહેવાલ મળ્યા હતા કે તે 'બિગ બોસ 14' માં આવવાનો છે, પરંતુ તે આવ્યા નહોતા. પરંતુ હવે સંતાકૂકડીનો આ ખેલ ખતમ થઈ ગયો છે અને પહેલીવાર રિતેશ અને રાખી સોશિયલ મીડિયા પર સાથે જોવા મળી રહ્યા છે. 'બિગ બોસ 15' (Bigg Boss 15) ના ઘરમાંથી બંનેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાખીએ પતિની આરતી ઉતારી
સોશિયલ મીડિયા પર એક વીડિયો હાલમાં સામે આવ્યો છે, જેમાં રાખી સાવંતના હાથમાં આરતીની થાળી છે. તે એક શખસનું સ્વાગત કરી રહી છે અને તેની સાથે બિગ બોસના કન્ટેસ્ટેંટ્સ પણ છે. સાથે બેકગ્રાઉન્ડમાં સોંગ સંભળાઈ રહ્યું છે, 'મેરા પિયા ઘર આયા ઓ રામ જી' આરતી ઉતારતા રાખી જણાવે છે કે 11 મુલ્કોની પોલીસ રિતેશને શોધી રહી હતી, હવે તે સામે છે. જુઓ આ વીડિયો...



લોકોના મનમાં હતા ઘણા સવાલ
અત્યાર સુધી રાખીના લગ્નને લઈને તેમના ફેન્સના મનમાં ઘણા પ્રકારના સવાલ હતા. કારણ કે લોકો કહેતા હતા કે જો લગ્ન હકીકતમાં થયા છે તો રાખીનો પતિ સામે કેમ આવતો નથી? કેમ રાખીએ અત્યાર સુધી તેમનો ફોટો પણ દેખાડ્યો નથી? ઘણા લોકોએ તો તેમના લગ્નને પબ્લિસિટી સ્ટંટ પણ ગણાવ્યો. હવે લગ્નના 2 વર્ષ પછી બિગ બોસ 15 (Bigg Boss 15)માં રાખીના પતિ રિતેશની 'મૂંહ દિખાઈ'ની પરંપરા પુરી થતી નજરે પડી રહી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube