Soundarya Sharma: 24 વર્ષ મોટા સાજિદ ખાનને ડેટ કરે છે આ અભિનેત્રી? અફેરની વાતો પર તોડી ચૂપ્પી
Soundarya Sharma On Dating With Sajid Khan: બિગ બોસ 16માંથી બહાર નીકળતાજ્યાં તમામ સ્પર્ધકો પોત પોતાના નવા પ્રોજે્ટ્સ અને પાર્ટીને લઈને ચર્ચામાં છે. ત્યાં બિગ બોસમાં ગ્લેમરનો તડકો લગાવનારી સૌંદર્યા શર્માની સાજિદ ખાન સાથે ડેટિંગની ખબરોએ લોકોને ચોંકાવી દીધા છે.
Soundarya Sharma On Dating With Sajid Khan: બિગ બોસ 16માંથી બહાર નીકળતાજ્યાં તમામ સ્પર્ધકો પોત પોતાના નવા પ્રોજે્ટ્સ અને પાર્ટીને લઈને ચર્ચામાં છે. ત્યાં બિગ બોસમાં ગ્લેમરનો તડકો લગાવનારી સૌંદર્યા શર્માની સાજિદ ખાન સાથે ડેટિંગની ખબરોએ લોકોને ચોંકાવી દીધા છે. હવે અભિનેત્રીએ આ અટકળો પર ચૂપ્પી તોડી છે.
બિગ બોસ 16 માં સ્પર્ધક તરીકે જોવા મળેલી 28 વર્ષની સૌંદર્યા શર્મા અને 52 વર્ષના સાજિદ ખાનનું શોમાં સારું બોન્ડિંગ હતું. સૌંદર્યા જ્યાં પોતાના ગ્લેમર લુક વચ્ચે ચર્ચામાં હતી ત્યાં સાજિદ 'મંડલી' ને લઈને ચર્ચામાં રહ્યો. બિગ બોસથી બહાર નીકળ્યા બાદ ખબરો સામે આવી રહી હતી કે સાજિદ અને સૌંદર્યા એક બીજાને ડેટ કરી રહ્યા છે. હવે અભિનેત્રીએ આ અટકળો ફગાવીને નારાજગી વ્યક્ત કરી છે.
સાજિદ સાથે અફેર પર શું કહ્યું
આઈએએનએસના જણાવ્યાં મુજબ સૌંદર્યા શર્માએ સાજિદ સંગ ડેટિંગના સમાચારોને ફગાવતા દુ:ખ વ્યક્ત કર્યું. તેણે સાજિદને મોટો ભાઈ કહ્યો. સૌંદર્યાએ કહ્યું કે સાજિદ સાથે મને લિંક કરવાની ખબરો જાણીને હું અંદરથી ખુબ દુ:ખી અને નિરાશ છું. મેં હંમેશા તેમને એક સારો મિત્ર, મેન્ટર અને મોટા ભાઈની જેમ એડમાયર કર્યા છે. આ ચીજ મને પરેશાન કરી રહી છે કે આજના સમયમાં પણ મહિલાઓને લિંકઅપ સ્ટોરીઝમાં નિશાન બનાવવામાં આવ્યા છે.
શ્રીદેવીનો મોત પહેલાનો છેલ્લો Photo, જોઈને ફેન્સ થયા ભાવુક
ખોવાઈ ગઈ 'યે દિલ આશિકાના ગર્લ', એશ્વર્યાની નાની બહેનનો પણ સુંદરતામાં નથી કોઈ મુકાબલો
અંડરવર્લ્ડ માફિયાઓ બોલીવુડની આ સુંદર અભિનેત્રીઓ પર થયા ફિદા, થઈ હિરોઈનોની હાલત ખરાબ
સાજિદે ખબરો ફગાવી
સૌંદર્યાએ વધુમાં કહ્યું કે સમય આવી ગયો છે કે સમાજમાં આપણે આ નાની સોચને જોવાનું બંધ કરી દઈએ કે આપણે કોને ડેટ કરી રહ્યા છીએ. સમાજે તેના પર ફોકસ કરવાની જરૂર છે કે આપણે શું હાંસિલ કરી રહ્યા છીએ. જ્યારે સાજિદે પણ સૌંદર્યા સંગ અફેરની ખબરો પર રિએક્શન આપ્યું અને કહ્યું કે તે પણ આ ખબરોથી ખુબ દુખી છે. તેણે કહ્યું કે સૌંદર્યા તેની નાની બહેન જેમ છે. તેઓ હાલ કોઈને ડેટ કરતા નથી.
સાજિદની ફિલ્મમાં દેખાશે સૌંદર્યા
રાંચી ડાયરીઝ થી ફિલ્મોમાં ડગ માંડનારી સૌંદર્યા શર્મા જલદી સાજિદ ખાનની ફિલ્મમાં જોવા મળી શકે છે. એવા રિપોર્ટ છે કે તે સાજિદની ફિલ્મના એક ગીતમાં દેખાશે. સૌંદર્યા થેંક ગોડમાં કેમીઓ પણ કરી ચૂકી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube