લેટ નાઈટ પાર્ટીમા ફરી સાથે જોવા મળી બિગ બોસ 16ની મંડળી, ફોટોઝ થયા વાયરલ
Bigg Boss 16 contestants party at night: બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનના રિયાલિટી શો બિગ બોસની 16મી સિઝનના સ્ટાર્સ બિગ બોસ હાઉસની બહાર આવ્યા બાદ હવે તેમની દરેક પલને એન્જોય કરી રહ્યા છે. ગત રાત્રે પણ આ સ્ટાર્સે લેટ નાઈટ પાર્ટી કરી હતી. જેની તસવીરો હવે સામે આવી છે.
Bigg Boss 16 contestants party at night: બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનના રિયાલિટી શો બિગ બોસની 16મી સિઝનના સ્ટાર્સ બિગ બોસ હાઉસની બહાર આવ્યા બાદ હવે તેમની દરેક પલને એન્જોય કરી રહ્યા છે. ગત રાત્રે પણ આ સ્ટાર્સે લેટ નાઈટ પાર્ટી કરી હતી. જેની તસવીરો હવે સામે આવી છે.
બિગ બોસ 16ની ટીમે મોડી રાત સુધી કરી મસ્તી
વિશ્વના સૌથી મોટા રિયાલિટી શો બિગ બોસની 16મી સિઝન પણ હવે પૂરી થઈ ગઈ છે. આ સિઝન એક મોટી હિટ હતી. જેના કારણે મેકર્સે આ રિયાલિટી શોને પણ લંબાવવો પડ્યો હતો. બિગ બોસ 16 ખતમ થયા બાદ હવે સ્ટાર્સ ખૂબ જ મસ્તી કરી રહ્યા છે. બિગ બોસ 16ના આ સ્ટાર્સ ઘરની બહાર પોતાનો ક્વોલિટી ટાઈમ વિતાવી રહ્યા છે અને ફરી એકસાથે જોવા મળ્યા હતા. ગત રાત્રે પણ, બિગ બોસ 16ના સ્ટાર્સ શિવ ઠાકરે, અબ્દુ રોજિક, સુમ્બુલ તૌકીર ખાન અને નિમ્રીત મોડી રાતે પાર્ટીમા સાથે જોવા મળ્યા હતા..
મંડળી ફરી ભેગી થઈ
આ તસવીરોમાં મંડળીના સભ્યો શિવ ઠાકરે, સુમ્બુલ અને નિમ્રિત સાથે મસ્તી કરતા જોવા મળી રહ્યા છે. આ સ્ટાર્સને ગઈકાલે રાત્રે મુંબઈમાં જોવામાં આવ્યા હતા.
શિવ ઠાકરે નિમ્રિત સુમ્બુલ સાથે આપ્યા પોઝ
બિગ બોસ 16ના ઘરમાં શિવ ઠાકરે મંડળીના નેતા તરીકે ઉભરી આવ્યા હતા. શો પૂરો થયા પછી પણ શિવ ઠાકરેની મંડળી ધુમ મચાવી રહી છે.
આ પણ વાંયો:
18 લાખથી વધુ દીવાઓના પ્રકાશથી ઝળહળી ઉઠ્યું ઉજ્જૈન, બનાવ્યો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ
ગૌતમ અદાણી પડતા-પડતાં 25માં નંબરે પહોંચ્યા, જાણો હવે તેમની નેટવર્થ કેટલી છે?
UPIથી પેમેન્ટ કરવાનો બદલાઈ ગયો પ્રકાર, દરેક વખતે PIN નાંખવાની ઝંઝટ પૂરી
શ્રીજીતા ડે પણ બની મંડળીનો ભાગ?
જોકે, આ તસવીરોમાં શ્રીજીતા ડેને જોઈને લોકો ચોક્કસપણે ચોંકી ગયા છે. અભિનેત્રીએ ગઈકાલે રાત્રે બિગ બોસ 16ની ટીમ સાથે પાર્ટીનો આનંદ માણ્યો હતો.
ફરી સાથે જોવા મળ્યા અબ્દુ રોજિક - શિવ ઠાકરે
આટલું જ નહીં, અબ્દુ રોજિક અને શિવ ઠાકરેએ ગઈકાલે રાત્રે ખૂબ મસ્તી પણ કરી હતી. તેની તસવીરોએ ચાહકોનું દિલ જીતી લીધું હતું.
સુમ્બુલનો સેક્સી લુક
ટીવી સિરિયલની અભિનેત્રી સુમ્બુલ તૌકીર ખાન તેની ટીમ સાથે સેક્સી લુકમા પાર્ટીમાં પહોંચી હતી.
વન પીસ ડ્રેસમાં સુમ્બુલ
અભિનેત્રી સુમ્બુલ તૌકીર ખાને આ સમયગાળા દરમિયાન લીલા રંગનો ચમકદાર ડ્રેસ પહેર્યો હતો. જેમાં તે ખૂબ જ ગ્લેમરસ લાગી રહી હતી.
ઑફ શોલ્ડર ડ્રેસમાં નિમ્રિત
પાર્ટીમાં અભિનેત્રી નિમ્રિત કૌર અહલુવાલિયા પણ ક્લાસિક લુક સાથે પહોંચી હતી. અભિનેત્રીએ જમ્પસૂટ પહેર્યો હતો.
શિવ ઠાકરે અને સુમ્બુલ
અભિનેતા શિવ ઠાકરે અને સુમ્બુલ તૌકીર ખાન સાથે જોવા મળ્યા હતા. આ તસવીરોએ ચાહકોનું દિલ જીતી લીધું છે.
આ પણ વાંયો:
mPassport Police એપ થઈ લોન્ચ, પાસપોર્ટ બનાવવા માટે હવે ભાગદોડ નહીં કરવી પડે
તમારી આ ભૂલોના કારણે ગાડીની બ્રેકનું પેડ સમય પહેલાં થઈ શકે છે ખરાબ
VIDEO: આઉટ થતા ગુસ્સે ભરાયો વિરાટ કોહલી, ડ્રેસિંગ રૂમમાં જઈને સંભળાવી ખરી-ખોટી
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube