Bigg Boss 16 Winner: બિગ બોસના પોપ્યુલર કંટેસ્ટંટે જણાવી દિધુ કે કોણ હશે BB16ના વિજેતા
Bigg Boss 16 Winner: આજે લાંબા સમયની રાહ પછી બિગ બોસના ચાહકોને મળશે તેમનો વિજેતા. જોકે દરેક વ્યક્તિ પોતાના પસંદીદા કન્ટેસ્ટંટને જ વિજેતા બનાવવા માગે છે. પરંતુ ટ્રોફી માત્ર એકને જ મળે છે. ચાહકોએ આ અંગે અનુમાન લગાવવાનું શરૂ કરી દીધું છે. ટોપ 5 કન્ટેસ્ટંટ એટલે કે પ્રિયંકા ચાહર ચૌધરી, શાલીન ભનોટ, શિવ ઠાકરે, એમસી સ્ટેન અને અર્ચના ગૌતમ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહ્યાં છે.
Bigg Boss 16 Winner: બિગ બોસ 16ના ગ્રાન્ડ ફિનાલેમાં હવે ગણતરીના જ કલાકો બાકી છે. આજે લાંબા સમયની રાહ પછી બિગ બોસના ચાહકોને મળશે તેમનો વિજેતા. જોકે દરેક વ્યક્તિ પોતાના પસંદીદા કન્ટેસ્ટંટને જ વિજેતા બનાવવા માગે છે. પરંતુ ટ્રોફી માત્ર એકને જ મળે છે. ચાહકોએ આ અંગે અનુમાન લગાવવાનું શરૂ કરી દીધું છે. ટોપ 5 કન્ટેસ્ટંટ એટલે કે પ્રિયંકા ચાહર ચૌધરી, શાલીન ભનોટ, શિવ ઠાકરે, એમસી સ્ટેન અને અર્ચના ગૌતમ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહ્યાં છે. લોકો પોતના મનપસંદ કન્ટેસ્ટંટને વિજેતાની ટ્રોફી માટે હકદાર માને છે. પોતાના મનપસંદ સ્પર્ધકને વિજેતા બનાવવા માટે તમામ ચાહકો તેમના માટે વોટ પણ માગી રહ્યા છે. આવી સ્થિતિમાં અમે તમારા માટે વોટિંગ અપડેટ લઈને આવ્યા છીએ. જેનાથી બિગ બોસ 16નો વિજેતા કોણ હશે તે અનુમાન લગાવવું તમારા માટે સરળ બની જશે. ઘણા લોકો માને છે કે આ સિઝનની વિજેતા પ્રિયંકા ચહર ચૌધરી બનવાની છે. કારણ કે પ્રિયંકા કલર્સનો ચહેરો છે.
તો બીજી તરફ કેટલાક લોકોને લાગે છે કે શિવ ઠાકરે ટ્રોફીના હકદાર છે. તેમણે શો દરમિયાન લોકોના દિલ જીતી લીધા છે. આ સાથે તેમણે ખુબ જ સરસ રીતે ગેમ રમી છે. પરંતુ ના તો શિવ કે ના પ્રિયંકા, મોટાભાગના ચાહકો કોઈ બીજાને પસંદ કરી રહ્યા છે. ટ્વિટર પર એમસી સ્ટેન બધાને પછાડીને આગળ નીકળી ગયો છે. એવું માનવામાં આવે છે કે એમસી સ્ટેન વોટિંગમાં સૌથી આગળ છે. તેની આસપાસ અન્ય કોઈ સ્પર્ધક નથી. મળતી માહિતી અનુસાર, શિવ ઠાકરે બીજા નંબર પર છે અને પ્રિયંકા ચૌધરી ત્રીજા નંબર પર.
જો આપણે ટીવી સેલેબ્સની વાત કરીએ તો ગૌહર ખાન અને દેવોલીનાનું માનવું છે કે આ શો માત્ર પ્રિયંકા જ જીતશે. આટલું જ નહીં, શોના ભૂતપૂર્વ સ્પર્ધકો તેમના મનપસંદ સ્પર્ધકને વિજેતા બનાવવા માટે પણ કહી રહ્યા છે. જોકે મોટાભાગના લોકોની પસંદગી પ્રિયંકા ચૌધરી છે. જોકે વાસ્તવમાં કોણ વિજેતા બનશે, તે તો આજ રાતના ગ્રાન્ડ ફિનાલેમાં જ જાહેર થશે.