Bigg Boss OTT 3: કંટ્રોવર્શિયલ રિયાલિટી શો બિગ બોસ ઓટીટી 3 ટૂંક સમયમાં શરૂ થવાનો છે. આ સિઝનની ચર્ચા ઘણા મહિનાથી ચાલી રહી છે. તેવામાં તાજેતરમાં આજે શોનો નવો પ્રોમો વિડીયો મેકર્સ દ્વારા શેર કરવામાં આવ્યો. આ પ્રોમો જોયા પછી બિગ બોસ ઓટીટીના ચાહકોમાં એક્સાઈટમેન્ટ વધી ગઈ છે. આ પ્રોમોની સાથે બિગ બોસ ઓટીટી 3 ની લોન્ચિંગ ડેટ ની ઘોષણા પણ કરી દેવામાં આવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો : Kangana Ranaut ને થપ્પડ મારનાર CISF કર્મીના સપોર્ટમાં ઉતર્યો Vishal Dadlani


આ વખતે બિગ બોસ ઓટીટીમાં હોસ્ટ તરીકે સલમાન ખાન જોવા નહીં મળે. સલમાન ખાનના બદલે અનિલ કપૂર શોને હોસ્ટ કરશે. અનિલ કપૂરના લુકની ઝલક પણ એક પોસ્ટ દ્વારા દેખાડી દેવામાં આવી હતી. 


સુપરસ્ટાર પિતાની 12 વર્ષની દીકરી પણ સુપરસ્ટાર, અત્યારથી લે છે 1 કરોડ ફી જાણો કોણ છે?


બિગ બોસ ઓટીટી 3  માં કયા કયા કન્ટેસ્ટન્ટ ભાગ લેશે તે હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી પરંતુ જે નામ વિશે ચર્ચા ચાલી રહી છે તે નામ આ પ્રકારે છે. આ નામ વિશે સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.


રૈપર આરસીઆર
આશીષ શર્મા
સિંગર નવજીત સિંહ
નિરવૈર પન્નુ
જતિન તલવાર
ખુશી પંજાબન
નિધિ તલવાર
વિવેક ચૌધરી
ચેષ્ટા ભગત
નિખિલ મહેતા
શહજાદા ધામી
અરહાન બહલ
અરમાન મલિક
પાયલ મલિક