Who Is This Actor: 1988માં રિલીઝ થયેલી 'ખૂન ભરી માંગ' ફિલ્મ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી હતી. આ ફિલ્મનો એક સીન તો એટલો ખતરનાક હતો કે લોકો જોઈને દંગ રહી ગયા હતા. આ ફિલ્મનો લીડ એક્ટર કબીર બેદીએ વર્ષો પછી ખુલાસો કર્યો કે તેમને આ ફિલ્મની ઓફર કેવી રીતે મળી હતી. 'ડિજિટલ કોમેન્ટરી' પરની ફિલ્મ વિશે વાત કરતા એક્ટરે કહ્યું કે, ફિલ્મ નિર્માતા-દિગ્દર્શકે તેને વિલનની ભૂમિકા માટે પરફેક્ટ બતાવ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક કોલે મને સૌથી મોટો વિલન બનાવી દીધો
કબીરે કહ્યું કે, 'જ્યારે મને ફિલ્મમાં રોલ ઓફર કરવામાં આવ્યો ત્યારે મને તે ગમ્યો અને હું ઈચ્છતો હતો કે આ રોલ ખૂબ જ ડરામણો અને ખતરનાક હોય. હું આમાં ઘણી હદ સુધી સફળ રહ્યો. હું ટોમ સેલેક સાથે સિરીઝ માટે અમેરિકામાં હતો અને શૂટિંગ પૂરું કર્યા પછી હું બીચ પર બેઠો હતો. આ દરમિયાન મને રાકેશ રોશનનો ફોન આવ્યો અને તેમણે કહ્યું કે, હું એક ફિલ્મ બનાવી રહ્યો છું અને હું તમને હીરો તરીકે કાસ્ટ કરવા માંગુ છું, આના પર મેં કહ્યું કે, 'બહુ સારું, પરંતુ શું બોલિવૂડમાં એક્ટર્સ માટે કોઈ હડતાલ છે, જે તમે મને બોલાવી રહ્યા છો.


7 હજાર રૂપિયા સોનું થયું સસ્તું, હાલમાં ખરીદી લેવું કે રાહ જોવી: જાણો


આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને કર્યા માલામાલ... આવી રીતે બન્યા 10 લાખના 7 કરોડ



70 વર્ષની ઉંમરે ચોથા લગ્ન
1988ની હિટ ફિલ્મ 'ખૂન ભરી માંગ' ઓસ્ટ્રેલિયન સિરીઝ 'રિટર્ન ટુ ઈડન' પર આધારિત હતી. આમાં રેખા એક અમીર છોકરીની ભૂમિકામાં જોવા મળી હતી. જે નાની ઉંમરમાં વિધવા થઈ જાય છે. ફિલ્મમાં રેખાનો પતિ (બીજો પતિ કબીર બેદી) કાવતરું ઘડે છે અને તેને મારી નાખવાનો પ્રયાસ કરે છે. જો કે, તે આમાં નિષ્ફળ જાય છે અને રેખા તેના બીજા પતિ કબીર બેદી પાસેથી બદલો લેવા માટે સંપૂર્ણપણે બદલાયેલા સ્વરૂપમાં પરત ફરે છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ રહી હતી અને દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો હતો. નોંધનીય છે કે, કબીર બેદીએ ચાર વખત લગ્ન કર્યા છે. પ્રથમ પત્ની પ્રોતિમા બેદી હતી. બીજી સુઝાન હમ્ફ્રિડ, ત્રીજી નિક્કી બેદી. કબીર બેદીએ 70 વર્ષની ઉંમરે તેમનાથી 30 વર્ષ નાની પરવીન દુસાંજ સાથે ચોથી વખત લગ્ન કર્યા.