મુંબઇ: મુંબઇ પોલીસે સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના સુસાઇટ મામલે માત્ર એડીઆર નોંધી છે, એટલે કે Accidental Death Report (ADR) જે એફઆઇઆર નથી. જ્યારે બિહાર પોલીસે આ મામલે પહેલી વખત એફઆઇઆર નોંધી છે. હવે સીબીઆઇ (CBI)ની પાસે આ કેસ જવાથી માર્ગ ખુલ્યો છે. કેમ કે, વગર એફઆઇઆર નોંધાયા આ કેસ સીબીઆઇ પાસે જઇ શકે નહીં. તમને જણાવી દઇએ કે, પટનામાં એફઆઇઆર નોંધાયા બાદ હવે આ કેસમાં તપાસ કરવા માટે બિહાર પોલીસની એક ટીમ મુંબઇ પહોંચી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- સુશાંત કેસ: રિયા આગોતરા જામીન માટે કરશે અરજી, પોલીસ આ ખાસ રિપોર્ટની જુએ છે કાગડોળે વાટ


આજે બિહાર પોલીસ મુંબઇમાં તેમની તપાસની સીમા વધારવા જઇ રહી છે. બિહાર પોલીસ આજે તે બેંકમાં પણ જશે, જ્યાં સુશાંત સિંહનું એકાઉન્ટ હતું. જેના થકી તમામ ફાઇનાન્શિયલ ટ્રાન્જેક્શન કરવામાં આવ્યા હતા. કેમ કે, તેનાથી પરિવારનો તે દાવો સાબિત થશે, જેમાં તે પોતાના અંગત ફાયદા માટે અભિનેત્રી રિયા ચક્રવર્તી પર સુશાંત સિંહના પૈસા ઉડાડવાની વાત કરી રહ્યા છે. આ સાથે બિહાર પોલીસ સુશાંત સિંહની મુંબઈમાં રહેતી બહેનનું પણ સ્ટેટમેન્ટ રેકોર્ડ કરશે.


આ પણ વાંચો:- Sushant Suicide Case: રિયા ચક્રવર્તીની આ ધમકીઓના કારણે ગયો સુશાંતનો જીવ? બિહાર પોલીસ પહોંચી મુંબઈ


સૂત્રોનું માનીએ તો પટના પોલીસ આજે ડીસીપી ક્રાઈમને મળી શકશે. પટના પોલીસની ટીમે આજે ડીસીપી બાંદ્રાને મળી હતી. ડીસીપી બાંદ્રાએ મદદની ખાતરી આપી છે અને ડીસીપી ક્રાઈમને મળવા જણાવ્યું છે. પટના પોલીસ તેની એફઆઈઆરના આધારે મુંબઈ પોલીસ પાસે દસ્તાવેજની માંગ કરી રહી છે. હજી સુધી મુંબઈ પોલીસે પટના પોલીસને કોઈ દસ્તાવેજ આપ્યા નથી. મુંબઈ પોલીસે પટના પોલીસને તમામ શક્ય મદદની ખાતરી આપી છે. માનવામાં આવે છે કે આજે ડીસીપી ક્રાઈમને મળ્યા બાદ પટના પોલીસ એક્શનમાં આવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube